વિશ્વ બેન્કની ચેતવણી: કોરોના વાઇરસનાં કારણે એશિયાનાં એક કરોડ 10 લાખ લોકો થઈ જશે ગરીબ

  • કોરોના વાયરસે વિશ્વભરમાં ભરડો લીધો છે. કોરોના વાઇરસનાં કારણે વિશ્વનાં 196 જેટલા દેશોમાં ફેલાયો છે, ત્યારે વિશ્વભરમાં 37 હજારથી વધુ લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે 7,84,314 સંક્રમિત લોકો છે.

ભારતમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 35થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે, અને 1200થી વધુ લોકો ચેપગ્રસ્ત બન્યા છે. જ્યારે કોરોના વાઇરસની સંપૂર્ણ અસર વિશ્વનાં અર્થતંત્ર પર પડી રહી છે. વર્લ્ડ બેન્કની તાજા રિપોર્ટ મુજબ આ વૈશ્વિક મહામારીનાં કારણે એશિયામાં 1.1 કરોડ લોકો ગરીબ થઈ જશે.

વર્લ્ડ બેન્કે એ પણ જણાવ્યું કે પૂર્વી એશિયામાં આ વર્ષે વિકાસની રફતાર 2.1 ટકા રહીં શકે છે, જે 2019માં 5.8 ટકા હતી. અનુમાન છે કે 1.1 કરોડથી વધુ સંખ્યામાં લોકો ગરીબી રેખાનાં દાયરામાં આવશે.

કોરોનાવાયરસનાં સંકટ પહેલા વર્લ્ડ બેન્કનું અનુમાન હતું કે આ વર્ષ વિકાસ દર યોગ્ય રહેશે અને 3.5 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી જશે. ત્યારે ચીન વિશે જણાવવામાં આવી રહ્યું છે કે ચીનનો વિકાસ દર ગત વર્ષની 6.1 ટકાથી ઓછી થઈને આ વર્ષે 2.3 ટકા સુધી રહી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.