વિશ્વભરના અબજપતિઓની મિલકતમાં થયો અધધ ઘટાડો, ચીન સૌથી આગળ

ગત વર્ષે વિશ્વના અબજપતિઓની મિલકત 388 અરબ ડોલર ઘટીને 8.539 લાખ કરોડ ડોલર રહી ગઇ છે. આ રોકાણ બેન્કિંગ કંપની UBS અને PwCના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, રાજકીય અને ક્ષેત્રીય વિવોદોને લઇને અને ઇક્વિટી માર્કેટમાં વ્યાપત અનિશ્ચિતતાના કારણે આ દશકમાં પહેલી વખત અબજપતિઓની સંપતિમાં ઘટાડો થયો છે.

રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સાઉથ ચીન જ્યાં વિશ્વમાં અમેરિકા બાદ સૌથી વધારે અરબપતિ વશે છે. તેમની સંપતિને વધારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વૉરથી અરબપતિઓને ખૂબ નુક્સાન થયું છે. 2008 બાદ પહેલી વખત 2018માં અબજપતિની મિલકત ઘટી છે.

ચીનના અબજપતિઓની મિલકતમાં આશરે 12.80 ટકા ઘટાડો થયો છે. આ દરમિયાન ચીનના વિકાસની ગતિ ધીમી થઇ. કરન્સીની કિંમતમાં ઘટાડો આવ્યો અને સ્ટોક માર્કેટમાં અનિશ્ચિતતાના કારણે ત્યાંના અમીરોને વધારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. રિપોર્ય અનુસાર આ પરિસ્થિતિઓમાં પણ ચીન દર 2-2.5 દિવસમાં એક અબજપતિ ઉભા કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.