વિશ્વની ચેમ્પિયન ખેલાડી અને પીવી સિંધૂની લાગી આટલા લાખોમાં બોલી, જાણો વિગત

બેડમિન્ટન પ્રીમિયર લીગ(Badminton Premier league) ની પાંચમી સિઝન માટે તાજેતરમાં હરાજીની પ્રક્રિયા થઈ. જેમાં 154 ખેલાડીઓમાંથી 71 ખેલાડીઓની ખરીદ થઈ. આવતા વર્ષે 20 જાન્યુઆરીથી શરૂ થનારી આ સીઝન 9 ફેબ્રુઆરી સુધી હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ અને લખનઉ ખાતે રમાશે.

મીડિયા રિપોર્ટ મુજબ આ હરાજીમાં સૌથી વધુ કિંમત દુનિયાની નંબર વન મહિલા બેડમિન્ટન ખેલાડી તાઈ જૂ યિંગ(Tai Tzu Ying) અને ભારતીય યુગલ પોસ્ટર બોય સાત્વિકસાઇરાજ રેંકીરેડ્ડી(Satwiksairaj Rankireddy)ની લાગી. તાઈ જૂ યિંગને બેંગલુરુ રેપ્ટર્સે 77 લાખ રૂપિયામાં ખરીદી. તાઈ જૂ એવા ખેલાડીઓમાંથી છે જેમને રિટેન નથી કરવામાં આવ્યા. જ્યારે બીજી તરફ સાત્વિકસાઇરાજ રેંકીરેડ્ડીને ચેન્નઈ સુપરસ્ટાર્સે 62 લાખમાં ખરીદ્યો. સાત્વિકે આ વર્ષે ચિરાગ શેટ્ટી સાથે મળીને થાઇલેન્ડ ઓપનનો ખિતાબ જીત્યો હતો.

વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુને હૈદરાબાદ હંટર્સે 77 લાખમાં રિટેન કરી. પીવી સિંધુ વિશ્વ ચેમ્પિયન બનનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી હતી. જ્યારે સૌરભ વર્માની વાત કરીએ તો હૈદરાબાદે 41 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો. આ સિવાય 2014 કોમનવેલ્થ વિજેતા પારૂપલ્લી કશ્યપ(Parupalli Kashyap), જેને આ વર્ષે કેનેડા ઓપનના ફાઇનલમાં જગ્યા બનાવી હતી. કશ્યપને મુંબઈ રોકેટ્સે 43 લાખમાં ખરીદ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.