સમગ્ર વિશ્વમાં કોરોના એ તેની બીજી ઇનિંગ શરુ કરી દીધી છે. જેને લઈને લોકોમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું છે. તો બીજી તરફ કોરોના વેક્સિનેશન પણ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. છતાં પણ માસ્ક (Mask) અને સોશ્યલ ડીસ્ટન્સિંગને અનિવાર્ય કરાયું છે
વિશ્વના મોટાભાગના લોકોને નિમ્ન સ્તરના પ્રતિબંધોની આદત લાગી ગઈ છે. હવે તેઓ તેના અનુરૂપ રહી શકે છે. એટલું જ નહીં અર્થવ્યવસ્થા પણ તેની સાથે આગળ વધી શકે છે.
ડો. રૈમસે જણાવ્યા મુજબ, ‘વધુ દર્શકો સાથે કોઈ ઇવેન્ટનું આયોજન કરવા દરમિયાન સાવધાની રાખવી જોઈએ. તેમજ ગાઇડલાઇન પણ સચોટ હોવી જોઈએ અને તેનું પાલન આવશ્યકપણે થવું જોઈએ.
ભારતમાં મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ અને તમિલનાડુ સહિત રાજ્યોમાં કોરોના સંક્રમણ રોકવા માટે મહત્વના પગલાં ભરાયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કોરોનાના નવા 46,951 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.