ચાર્ટર્ડ ફ્લાઇટ્સથી યાત્રાની ડિટેઇલ આવી સામે,વિવાદ વચ્ચે અનિલ દેશમુખે જાહેર કર્યો વીડિયો

મુંબઈથી લઇને દિલ્હી, ટીવી ડિબેટથી લઇને સંસદ સુધી વિપક્ષ અને સરકાર વચ્ચે પ્રહારો ચાલી રહ્યા છે. આ વચ્ચે ગત દિવસોમાં NCPપ્રમુખ શરદ પવાર દ્વારા કરવામાં આવેલા દાવા પર અલગ જ ચર્ચા શરૂ થઇ ગઇ છે

અનિલ દેશમુખે એક ચાર્ટર્ડ વિમાનમાં ઉડાન ભરી હતી. આ ડિટેઇલ્સ સામે આવ્યા બાદ અનિલ દેશમુખની સ્પષ્ટતા પણ સામે આવી છે.

15 ફેબ્રુઆરી 2021નું છે, જેમાં મુસાફરોની યાદીમાં અનિલ દેશમુખનું નામ પણ છે. જે એ દર્શાવે છે કે 15 ફેબ્રુઆરીએ અનિલ દેશમુખે નાગપુરમાં મુંબઈ સુધી ચાર્ટર્ડ ફ્લાઇમાં સફર કરી હતી. જેથી તેઓ પોતાના ઘરે મુંબઈમાં ખુદને ક્વોરન્ટીન કરી શકે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે વધુ એક નિવેદન જાહેર કર્યું છે. ગત દિવસોમાં શરદ પવારના દાવા બાદ અનિલ દેશમુખના હોસ્પિટલની બહાર હોવાને લઇને વિવાદ છેડાયો છે.

શરદ પવારે ગત દિવસોમાં કહ્યું હતું કે અનિલ દેશમુખ 5થી 15 ફેબ્રુઆરી સુધી હોસ્પિટલમાં હતા. પરંતુ ભાજપે દાવો કર્યો કે 15 ફેબ્રુઆરીએ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, સાથે જ આ ડૉક્યુમેન્ટ સામે આવ્યા જેમાં અનિલ દેશમુખના ચાર્ટર્ડ ફ્લાઇટમાં સફરના સબૂત છે.

પરમબીર સિંહના પત્ર બાદ સતત અનિલ દેશમુખના રાજીનામાની માંગ થઇ રહી છે. આ વચ્ચે સોમવારે NCP પ્રમુખ શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમણે અનિલ દેશમુખનો બચાવ કર્યો. આ દરમિયાન શરદ પવારે દાવો કર્યો કે જે સમયે આરોપ લાગી રહ્યા છે, ત્યારે અનિલ દેશમુખ હોસ્પિટલમાં દાખલ હતા.

યોગ્ય સમયે બાબતો જાહેર કરીશું. દેશમુખ પર 100 કરોડની ઉઘરાણીનો ટાર્ગેટ આપવાનો પરમબીરસિંહે આક્ષેપ કર્યો હતો. આ મામલે પરમબીરસિંહે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.