પોતાના વિવાદિત નિવેદનથી વારંવાર સમાચરમાં રહેનાર ભોપાલના ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે આજે ફરી એક વિવાદીત નિવેદન આપ્યું છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું છે કે નવરાત્રી પર લાઉડસ્પીકર અને ડીજે મોડી રાત સુધી વાગશે. આમ કોર્ટે નવરાત્રિને લઇને આપેલા આદેશને માનવાનો ઇન્કાર કર્યો છે.
પ્રજ્ઞા સિંહ ઠાકુરે નિયમને લઇને ઉઠાવ્યાં સવાલ
ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહે નવરાત્રિ પર લાઉડ સ્પીકર અને ડીજે મોડે સુધી વગાડવાને લઇને કહ્યું કે શું બધા નિયમ-કાયદા કાનૂન માત્ર હિન્દુઓ માટે છે. અમે તેને નહીં માનીએ. આ નવરાત્રિ પર અમે લાઉડસ્પીકર-ડીજે બધુ વગાડીશું. કોઇ ગાઇડલાઇન્સ માનવામાં આવશે નહીં.
કોર્ટના નિર્ણયને લઇને પૂછવામાં આવતાં કહ્યું કે..
પ્રજ્ઞા સિંહ ઠાકુરે નવરાત્રિને લઇને આપેલા નિવેદન બાદ જ્યારે કોર્ટના નિર્ણયને લઇને પૂછવામાં આવતાં કહ્યું કે અમને કોર્ટનો આ નિર્ણય મંજૂર નથી. સાધ્વી પ્રજ્ઞાને જ્યારે ભોપાલ ખાતે પત્રકાર દ્વારા પૂછવામાં આવતા આ જવાબ આપ્યો હતો.
પ્રજ્ઞા સિંહ ઠાકુરે આ અગાઉ પણ વિવાદીત નિવેદનો આપ્યાં છે
આ પહેલી વખત નથી જ્યારે સાધ્વી પ્રજ્ઞા સિંહે વિવાદીત નિવેદન આપ્યું છે. આ અગાઉ પણસાધ્વી પ્રજ્ઞા સિંહે કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવા પર મને ગર્વ છે. એક ખાનગી મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે બાબરી મસ્જિદનો ઢાંચો પાડવા પર કોઇ પસ્તાવો નથી. બાબરી મસ્જિદ તોડી પાડવા પર અમને ગર્વ છે. આ અગાઉ મુંબઇના એટીએસ પ્રમુખ રહેલા અને આતંકવાદીઓની ફાયરિંગ પર શહીદ થયેલા હેમંત કરકરે પર વિવાદીત નિવેદન આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.