વિવાદીત નિવેદન આપતા ભાજપના આ નેતાઓની દેશના ચૂંટણી પંચે ઝાટકણી કાઢી, લેવાશે પગલાં

વિવાદીત નિવેદન આપતા નેતાઓની દેશના ચૂંટણી પંચે ઝાટકણી કાઢી છે. ભાજપ નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માની સામે પગલાં લેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીને આદેશ આપતા કહ્યું હતું કે, આ બંને નેતાઓને પક્ષના સ્ટાર પ્રચારકની યાદીમાંથી હટાવો. ભાજપના આ બંને સાંસદે છેલ્લા કેટલાક દિવસથી ચૂંટણી પ્રચાર દરમિયાન ઉશ્કેરણીજનક નિવેદન આપ્યા છે. દિલ્હીની રિઠાલા બેઠક પર કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહની સાથે ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે ‘દેશના ગદ્દારોને ગોલી મારો’ પર નારેબાજી કરાવી હતી.

અનુરાગ ઠાકુર કહી રહ્યા હતા કે, દેશ કે ગદ્દારો કો…ભાજપ કાર્યકર્તાઓ જવાબ આપતા હતા કે ગોલી મારો…ગોલી મારો… આ પછી તેમણે કહ્યું હતું કે, જોરથી અને જોશથી નારેબાજી કરો જેથી ગીરીરાજસિંહના કાન સુધી પહોંચે. પશ્ચિમ દિલ્હી ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં દિલ્હીના શાહિન બાગમાં છેલ્લા 40થી વધારે દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને ટિપ્પણી કરી હતી. પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, શાહિન બાગમાં ઘણા લોકો એકઠા થાય છે. દિલ્હીના લોકોએ વિચારવું જોઈએ અને નિર્ણય કરવો જોઈએ. તેઓ તમારા ઘરમાં ઘુસી જશે અને તમારી બહેન-દીકરીઓ પર દુષ્કર્મ કરી નાંખશે. ત્યાર બાદ એમની હત્યા કરી નાંખશે. આજે સમય છે. આવતી કાલે વડાપ્રધાન મોદી અને અમિત શાહ તેમને બચાવવા માટે નહીં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.