Vivoની ફ્લેગશિપ સ્માર્ટફોન સીરિઝ Vivo X80 આજે લોન્ચ થશે. આ શ્રેણી હેઠળ, બે સ્માર્ટફોન Vivo X80 અને Vivo X80 Pro ભારતમાં આવતીકાલે એટલે કે 18 મે 2022ના રોજ લોન્ચ કરવામાં આવશે.અને ફોન Qualcomm Snapdragon 8 Gen 1 ચિપસેટ સપોર્ટ સાથે આવશે. સાથે જ ફોનમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવશે.
Vivo દ્વારા Vivo X80 સિરીઝની સત્તાવાર કિંમત જાહેર કરવામાં આવી છે. Vivo X80 સ્માર્ટફોન 45,000 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે આવી શકે છે અને જ્યારે Vivo X80 Pro 65,000 રૂપિયામાં લોન્ચ થઈ શકે છે.
Vivo X80 Pro સ્માર્ટફોન Qualcomm Snapdragon 8 Gen 1 ચિપસેટ સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 12 જીબી રેમ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં 6.78-ઇંચ ક્વાડ HD+ AMOLED ડિસ્પ્લે હશે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ મળશે. ફોન એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ સાથે ઓફર કરી શકાય છે. ફોનના પાછળના ભાગમાં ક્વાડ કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. તેનો મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો હશે. આ સિવાય 48 મેગાપિક્સલનો 5X પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. Vivo X80 Proમાં 4700mAh બેટરી આપવામાં આવશે. જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમજ 10W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ ઉપલબ્ધ હશે.
Vivo X80 સ્માર્ટફોનમાં Mediatek Dimenstiy 9000 ચિપસેટ સપોર્ટ આપવામાં આવશે. ફોનમાં 6.7 ઇંચની ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવશે.અને જેનું પિક્ચર રિઝોલ્યુશન 1800/2400 પિક્સલ હશે. ફોન એન્ડ્રોઇડ 12 સપોર્ટ સાથે આવશે. ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 12 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ હશે. ફોનના આગળના ભાગમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવશે. Vivo X80 સ્માર્ટફોનમાં 4500mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.