વલસાડમા નરેન્દ્ર મોદીની રંગોળી સાબુદાણા,કલર અને પાઉડરથી બનાવી

વલસાડઃશહેરમાં રહેતા અને છેલ્લા 38 વર્ષથી વધારે સમયથી રંગોળી બનાવતાં કારીગરે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રંગોળી તૈયાર કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તૈલ ચિત્ર જેવી રંગોળી કલાકારે સાબુદાણા, કલર અને ટેલકમ પાઉડરની મદદથી તૈયાર કરી હતી.

ચાર હજારમાં બની રંગોળી

રંગોળી બનાવનાર અનંત વાઘવનકરએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સાબુદાણાનો ઉપયોગ કરીને 7X5 ફૂટની નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી છે. લોકો કારોટી અને કલર દ્વારા રંગોળી બનાવતા હોય છે. જેની સામે અંનત વાઘવનકરએ ચાલુ વર્ષે રંગોળીમાં કંઈક નવું બનાવવાનો વિચાર કરીને સબુદાણાને કલરમાં મિક્સ કરી રંગોળી બનાવી છે.આ રંગોળીમાં 7 કિલો સાબુદાણા, 4 કિલો કલર, 2 કિલો ટેલકમ પાઉડર ભેળવીને 65 કલાકની ભારે મહેનત બાદ રંગોળી તૈયાર કરી હતી.રંગોળી બનાવવામાં 4,000થી વધારેનો ખર્ચ થયો હતો. દર વર્ષે વલસાડના લોકો માટે અનંતભાઈ દ્વારા નવી કલાત્મક રંગોળીઓ બનાવી લોકોને જોવા માટે ખુલ્લી મુકવામાં આવે છે.ગત વર્ષે વિજ્ઞાનનો ઉપયોગ કરી સરદાર વલ્લભભાઈ પટેલની રંગોળી બનાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.