વોડાફોનની ધમકી પર બરાબરનાં બગડ્યાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ,આપ્યો સણસણતો જવાબ

બ્રિટેનની દૂરસંચાર કંપની વોડાફોને સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો. જે મામલે દૂરસંચાર મત્રી રવિશંકર પ્રસાદે કંપનીને પોતાની મનમરજી થોપવા મામલે આડેહાથ લીધી હતી. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ વોડાફોને ભારતીય બજારમાંથી નીકળી જવાની ધમકી આપી હતી. પ્રસાદે કહ્યું કે, MTNL અને BSNL રણનીતિક સંપત્તિઓ છે, અને સારી પ્રતિસ્પર્ધા માટે તેમનું કાયમ રહેવું જરૂરી છે.સુપ્રીમ કોર્ટનાં AGR પર ગત મહિને આવેલાં નિર્ણ બાદ દૂરસંચાર કંપનીઓ પર 1.4 લાખ કરોડ રૂપિયા ચૂકવવાના છે. વોડાફોન વૈશ્વિક નેતૃત્વએ ભારતમાં કંપનીના ભવિષ્યને લઈને આશંકાઓ વ્યક્ત કરી છે.

રવિ શંકર પ્રસાદે આ મામલે કહ્યું કે, સ્પષ્ટ રીતે હું આ પ્રકારનાં નિવેદન પસંદ નથી કરતો. અમે કારોબાર કરવા માટે તમામ વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યા છે. કોઈ અમને પોતાની મનમરજી થોપી શકતા નથી. ભારત એક સંપ્રભુ દેશ છે. અમે તમામ લાભ અને તમામ મદદ આપવા માટે તૈયાર છીએ. તમામ સુચનો માટે પણ તૈયાર છીએ. પણ જો કોઈ પોતાની વાત અમારા ઉપર થોપવા માગે છે તો તે અમને સ્વીકાર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.