દેશની સૌથી મોટી દૂરસંચાર કંપની વોડાફોન-આઈડિયાની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. 50 હજાર કરોડથી વધારેની ખોટ બાદ હવે આયકર વિભાગે પણ 7000 કરોડ રૂપિયા રિફંડ આપવાની મનાઈ ફરમાવી દીધી છે. આયકર વિભાગે કંપનીને કહ્યું છે કે, આ પૈસાથી સરકારી ચૂકવણીઓની ભરપાઈ કરવાના પ્રયોગમાં લેવામાં આવશે.
આયકર વિભાગે ચોખ્ખું કહી દીધું છે કે, કંપનીને લગભગ 44150 કરોડ રૂપિયા સરકારને આપવાના છે. સાત હજાર કરોડ જે આયકર વિભાગને રિફંડના નામ પર કંપનીને આપવાના છે, તેનો ઉપયોગ સરકારને ચૂકવવાના નાણામાં જમા કરવામાં આવશે. વોડાફોન આઈડિયાને આયકર વિભાગ મુંબઈ ઓફિસથી 1 હજાર કરોડ અને દિલ્હી ઓફિસથી 6 હજાર કરોડ રૂપિયા મળવાના હતા. જો કે કંપનીએ વિનંતી કરી છે કે, તે આ રિફંડ પાછું આપી દે. કેમ કે, હાઈકોર્ટ પણ વોડાફોનનાં પક્ષમાં નિર્ણય આપી ચૂક્યું છે.
- વોડાફોનને 7 હજાર કરોડ રૂપિયા આપવા છે કે નહીં તે અંગે આયકર વિભાગે દૂરસંચાર મંત્રાલય અને વિત્ત મંત્રાલયને જલ્દીથી નિર્ણય લેવા અંગે કહ્યું છે. હાલમાં જ સુપ્રીમ કોર્ડે વોડાફોન એરટેલને ઝટકો આપતાં AGRની ચૂકવણી કરવી પડશે. જે બાદ વોડાફોનને કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી ખોટ થઈ હતી. અને એરટેલને પણ હજારો કરોડો રૂપિયાની ખોટ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.