પોતાના પ્રતિદ્વંદી ટેલિકોમ ઓપરેટરોને ટક્કર આપવા માટે વોડાફોન અને આઇડિયા સંયુક્ત રીતે મળીને એક મોટી જાહેરાત કરી છે. વોડાફોન-આઇડિયાએ સોમવારે પોતાનું નવું બ્રાન્ડ નામ ‘Vi’ બદલી નાખ્યું છે.
કંપનીના મેનેજમેન્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. વોડાફોન અને આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ નિર્ણય મંદીનાં સમયમાં ઘટી રહેલાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કર્યો છે.
નવી બ્રાન્ડનો નવો લોગો
વોડાફોન-આઇડિયાને હવે નવી ઓળખ મળી છે. વોડાફોન-આઇડિયાએ કંપનીનું નામ બદલીને VI કરવાની સાથે નવો લોગો પણ જાહેર કર્યો છે. તમે પણ જુઓ આ નવી બ્રાન્ડનો નવો લોગો.વોડાફોન ઇન્ડિયા લિમિટેડ હવે VI બની ગઈ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે VI નામ હેઠળ જ બંને કંપનીઓ બિઝનેસ કરશે. કંપનીએ કહ્યું છે કે 4Gની સાથે કંપની પાસે 5G રેડી ટેકનોલોજી પણ છે. કંપનીએ એમ પણ દાવો કર્યો છે કે મર્જર થયા બાદથી દેશભરમાં 4G કવરેજ બમણો થઈ ગયો છે. જોકે કંપનીએ આ દરમિયાન નવી યોજનાઓની ઘોષણા કરી નથી, પરંતુ સંકેત આપવામાં આવ્યો છે કે ટેરિફના ભાવમાં વધારો થશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોડાફોન આઈડિયા લિમિટેડના સીઈઓ રવિન્દ્ર ટક્કરે એમ પણ કહ્યું છે કે બધા ઓછા ભાવે ડેટા વેચી રહ્યા છે અને પગલાં લેવામાં કંપનીને કોઈ શરમ નથી. અહીં, તે સંકેત છે કે આગામી સમયમાં વધુ સારી સેવા સાથે ટેરિફ વધારી શકાય છે.
વોડાફોન અને આઇડિયાએ પહલાં જ આપ્યા હતાં સંકેતો
વોડાફોન અને આઇડિયાએ ટ્વીટર દ્વારા આ અંગેના સંકેતો આપ્યા હતા. વોડાફોને ટ્વિટ કરીને કહ્યું હતું કે આવતી કાલે એક મોટી જાહેરાત માટે તૈયાર રહો, સોમવારનો દિવસ અતી મહત્વનો સાબિત થશે. જ્યારે આ ટ્વિટને આઇડિયા દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યું હતું.
હાલ આ બન્ને કંપનીઓ અન્ય ટેલિકોમ ઓપરેટરોની સામે મોટા પડકારોનો સામનો કરી રહી છે. ગત પહેલી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે AGR પેમેંટ માટે સમય આપવામાં આવી શકે છે.
કંપનીએ વિનંતી કરી હતી કે તેને એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)ની ચુકવણી માટે 15 વર્ષનો સમય આપવામાં આવે. હાલમાં જ કંપનીને 25.46 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, આ નુકસાન આઇડિયા અને વોડાફોન બન્નેનું સંયુક્ત છે.
બીજી તરફ કંપની બોર્ડે 25 હજાર કરોડ ફંડરેઇઝિંગને મંજૂરી આપી દીધી હતી, આ સિૃથતિ વચ્ચે હવે વોડાફોન અને આઇડિયા મળીને સોમવારે એક મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છે. સોમવારે જે જાહેરાત કરવામાં આવે તેની શેરબજાર પર પણ મોટી અસર થઇ શકે છે તેવો નિષ્ણાંતોનો દાવો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.