ડિવાઈસમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ડિવાઈસથી ફિટિંગ અને ચોરી થયેલાં વ્હીકલની રિકવરી સર્વિસ મળે છે.
વોલ્વો યુઝર હવે ચિંતા છોડો કંપનીએ ચોરી થયેલી કાર રિકવર કરી શકાય તેવું ટ્રેકિંગ ડિવાઈસ લોન્ચ કર્યું છે.
વોલ્વેએ તેના માટે વોડાફોન ઓટોમોટિવ સાથે પાર્ટનરશિપ કરી છે. આ ડિવાઈસનું નામ ‘વોડાફોન ઓટોમેટિવ VTS S5’છે. તે વોલ્વોની તમામ કાર પર સપોર્ટ કરશે.
આ ડિવાઈસમાં ફિટિંગ, VAT અને ચોરી થયેલાં વ્હીકલની રિકવરી સર્વિસ સાથે 3 વર્ષનું સબસ્ક્રિપ્શન મળે છે. આ નવી સિક્યોરિટી સર્વિસ યુરોપના 44 દેશોની લોકલ પોલીસની મદદથી ચાલશે. ડિવાઈસમાં IOT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. અને આ ટ્રેકિંગ ડિવાઈસની કિંમત £595 (આશરે 60,000 રૂપિયા) છે.
24 કલાક ચાંપતી નજર રાખશે
ડિવાઈસ 24X7 ટ્રેકિંગ ફંક્શન કરે છે. કારનાં લોકેશનથી 10 મીટર સુધીનાં અંતર સુધી તે કાર ટ્રેક કરી શકે છે. એપનાં માધ્યમથી કારનું રિયલ ટાઈમ લોકેશન જાણી શકાશે. આ ડિવાઈસ કારનો જૂના ડેટા ચેક કરવાની પણ સર્વિસ આપે છે.
આ સિસ્ટમ ચોરી કરવાના પ્રયાસ કે તેની બેટરી સાથે ચેડાં કરવામાં આવે તો પણ અલર્ટ મળે છે.અને કાર ચોરી થઈ જાય તો વોડાફોન ઓટોમેટિક ઓપરેટર લોકલ પોલીસ સર્વિસ સાથે કોન્ટેક્ટ કરી કારનું પિન પોઈન્ટ લોકેશન મેળવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.