વોર્નર અને અબોટ બંને અનુક્રમે ગ્રોઇન ઇન્જરી અને કાંડાની ઇજાને કારણે બાયો સિક્યોર હબમાંથી બહાર રહીને સારવાર કરાવી રહ્યા હતા અને તેના કારણે કોવિડ પ્રોટોકોલને ધ્યાને લઇને આ બંનેને બીજી ટેસ્ટમાંથી બહાર રખાયા છે.
વોર્નર અને અબોટ સિડનીમાં કોરોનાના વધેલા કેસ પછી રાજ્યની સરહદ બંધ થવા પહેલા મેલબોર્ન માટે રવાના થઇ ગયા હતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોઇ ખેલાડી કોરોના હોટસ્પોટમાં નહોતો પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બાયો સિક્યોર પ્રોટોકોલ હેઠળ તેઓ બોક્સિંગ ડે ટેસ્ટ ટીમ સાથે જોડાઇ શકે તેમ નથી
નિવેદનમાં કહેવાયું હતું કે આ બંને ખેલાડી સિડનીથી મેલબોર્ન આવી તો ગયા છે જ્યાં તેમનું રિહેબિલિટેશન ચાલુ રાખશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટતા કરી દીધી હતી કે બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમમાં કોઇ વધારાના ખેલાડીને લેવામાં નહીં આવે. ત્રીજી ટેસ્ટ પહેલા વોર્નર અને અબોટ ટીમ સાથે જોડાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.