ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાન શરુ.. 162 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ..

ગાંધીનગર મહાનગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણી પર પાંચ જેટલા ચૂંટણી અધિકારીઓની ચાંપતી નજર રાખશે. ગાંધીનગર ઉપરાંત રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયતની ખાલી બેઠકો પર પેટાચૂંટણી માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરાશે. હાલ મતદાનના પગલે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આટલું જ નહીં ૧૭૭૫ પોલિંગ સ્ટાફ ની મતદાન ની કામગીરી સંભાળશે. મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા માટે ૧૨૭૦ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે ૦૫ સપ્ટેમ્બરના રોજ ૦૫ સ્થળો પરથી મતગણતરી હાથ ધરવામાં આવશે.

અમદાવાદમાં પેટાચૂંટણી..

ગાંધીનગર મંત્રની સાથે અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ નંબર 3 ચાંદખેડા અને વોર્ડ નંબર ૪૫ ઈસનપુર બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન થશે. આ સિવાય જિલ્લા પંચાયતની નાંદેડ બેઠક પર મતદાન થશે. ત્યારે સાણંદ તાલુકા પંચાયતમાં પીપણ, ઝાપ અને દસકોઈ તાલુકા પંચાયતની કુહા બેઠક પર તેમને બાવળા-બારેજા અને ધંધુકા નગરપાલિકા માટે પેટાચૂંટણી યોજાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.