ક્રિકેટની રમતમાં માત્ર ખેલાડી જ ઇજાગ્રસ્ત થતા નથી, કેટલીક વખત તો સ્ટેડિયમમાં બેઠા ફેન્સ પણ અકસ્માતનો શિકાર થઈ જાય છે. ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગ્લોરમાં ચાલી રહેલી ટેસ્ટ ક્રિકેટના પહેલા દિવસે આવું જ કંઈક થયું. ભારતીય કેપ્ટન રોહિત શર્માની એક સિક્સ સ્ટેડિયમમાં બેઠા એક દર્શક પર ભારે પડી ગઈ કેમ કે તેની સિક્સથી ફેનના નાકના હાડકાંમાં હેરલાઇન ફ્રેક્ચર થઈ ગયું હતું. અને પ્રાથમિક સારવાર બાદ એ ફેનને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં એક્સ-રે બાદ નાકનું હાડકું તૂટવાની પુષ્ટિ થઈ.
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ઇનિંગની છઠ્ઠી ઓવરમાં શ્રીલંકન બોલર વિશ્વા ફર્નાન્ડોના બોલને ડીપ મિડ વિકેટ ઉપરથી બાઉન્ડ્રી બહાર મોકલ્યો હતો. આ બોલ સ્ટેન્ડમાં બેઠા 22 વર્ષીય દર્શક ગૌરવ વિકસના મોઢા પર જઈને લાગ્યો. તેના નાક પર મોટી ફાળ પડી ગઈ અને લોહી નીકળવા લાગ્યું. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ નાક પર બોલ લાગ્યા બાદ પહેલા ગૌરવ વિકાસને સ્ટેડિયમમાં ઉપસ્થિત મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.