ગુજરાતમાં દિન-પ્રતિદિન ક્રાઈમના આંકડાઓમાં વધારો થતો જાય છે. આરોપીઓને જાણે પોલીસ અને કાયદાઓનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નાની-નાની વાતને લઇને થયેલા ઝઘડામાં હત્યા જેવી ઘટનાઓ બનવા પામે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના 2018ના અહેવાલ અનુસાર, 2017માં 970 હત્યાના કેસ ગુજરાત પોલીસના ચોપડે નોંધાયા હતા અને વર્ષ 2018માં 1072 હત્યાના કેસ પોલીસના ચોપડે નોંધાયા છે. 2017ના વર્ષ કરતા 2018ના વર્ષમાં હત્યાના 102 કેસ વધુ નોંધાયા છે
વર્ષ 2018માં અલગ-અલગ કારણોસર થયેલા હત્યાના કિસ્સાઓની વાત કરવામાં આવે તો, ઝઘડાના કારણે 454 હત્યા, નાના ઝઘડાના કારણે 211 હત્યા, વ્યક્તિગત કારણોસર 182 હત્યા, પ્રેમ પ્રકરણમાં 158 હત્યા, અનૈતિક સંબંધના કારણે 71 હત્યા, લેતીદેતીના મામલે 69 હત્યા, મિલકતના મામલે 60 હત્યા, પાણી બાબતે થયેલા ઝઘડામાં 18 હત્યા, દહેજના કારણે 6 હત્યાના કેસ નોંધાયા છે. આમ, કુલ મળીને એક વર્ષમાં 1072 હત્યાના કેસ નોંધાયા હતા.
ઉંમર અનુસાર વાત કરવામાં આવે તો 6 વર્ષથી નાના 52 બાળકોની હત્યા, 6થી 12 વર્ષના 24 બાળકોની હત્યા, 16થી 18 વર્ષના 9 યુવક-યુવતીની હત્યા, 18થી 30 વર્ષના 411 યુવક-યુવતીની હત્યા, 30થી 46 વર્ષની ઉંમરના 408 વ્યક્તિઓની હત્યા, 40થી 60 વર્ષની ઉંમરના 159 વ્યક્તિઓની 159ની હત્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સૌથી વધારે 18થી 30 વર્ષના યુવક-યુવતીની હત્યા થઇ હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.