વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી,ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ….

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે…પોરબંદર, જામનગર, જૂનાગઢમાં હળવા વરસાદની સંભાવના છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં હળવો વરસાદ પડશે. જ્યારે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદની સંભાવના છે.

વલસાડ અને વાપીમાં 2 કલાકમાં 1.28 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  વલસાડમાં 1 ઇંચ, કપરાડામાં 18 એમ.એમ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી વાપીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

  • સૌથી વધુ સુરતના પલસાણામાં 6.25 ઈંચ વરસાદ
  • 26 જિલ્લાના 111 તાલુકામાં વરસાદ નોંધાયો
  • જૂન માસનો અત્યાર સુધી સરેરાશ 4 ઈંચ વરસાદ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.