વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી,મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે વરસાદ

હવામાન વિભાગે આવતી કાલે વરસાદની આગાહી કરી છે. આવતી કાલે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 16 થી 20 જૂનની વચ્ચે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે તેમજ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને સાથે વરસાદ પણ પડી શકે છે અમદાવાદમાં 17 થી 19 જૂન દરમિયાન વરસાદની આગાહી કરવામા આવી છે.

કચ્છને બાદ કરતા જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે તેવું હવામાન વિભાગના સુત્રએ જણઆવ્યું છે તો સાથે દરિયા કિનારે વરસાતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.

દક્ષિણ પશ્ચિમ વરસાદે દેશના 80 ટકા ભાગને કવર કરી લીધો છે. પણ હવે તેની ઝડપ ઘટતા ઉત્તર ભારતના ઘણા બધા વિસ્તારોને થોડી રાહ જોવી પડશે. નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.