વર્ષના સરેરાશ 40 દિવસ વિદેશમાં રહેતા PM મોદીનું આ વર્ષ દેશમાં જ વિત્યું

કોરોનાના કારણે વર્ષ 2020 કોઈ તુરંત ભુલી શકે તેમને નથી. ભાગતી દોડતી દુનિયા ઘરોમાં કેદ થઈ ગઈ હતી. જીવનની રફ્તાર પર બ્રેક લાગી ચુકી હતી ત્યારે જો વડાપ્રધાન મોદીની વાત કરવામાં આવે તો તેઓ વર્ષ 2019માં 35 દિવસ વિદેશમાં હતા પરંતુ વર્ષ 2020માં કોરોનાના કારણએ 365 દિવસ તેઓ ભારતમાં જ રહ્યાં.

મોદી જ્યારેથી વડાપ્રધાન બન્યા ત્યારથી આ પહેલું એવું વર્ષ છે કે જ્યારે તેઓ વિદેશ પ્રવાસે જઈ શક્યા નથી. જોકે મોદી એકલા એવા વડાપ્રધાન નથી કે જેઓ કોરોનાના કારણે અન્ય દેશની મુસાફરી ન કરી શક્યાં હોય. એવા ઘણાં નેતાઓ છે જેમણે પોતાના મહત્વપૂર્ણ પ્રવાસો રદ્દ કરવા પડ્યા.

ગત વર્ષે RTIએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર થયેલા ખર્ચને લઈને રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ મોદીએ પોતાના 48 મહિનાના શાસનકાળમાં અત્યાર સુધીમાં 41 વિદેશ પ્રવાસ કર્યો જેના પર કુલ 355 કરોડ રૂપિયા ખર્ચ થયાં. બેંગલુરુના એક વ્યક્તિએ વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ અને તેના પર થયેલા ખર્ચને લઈને જાણકારી માંગી હતી જેના જવાબમાં RTIએ આ રિપોર્ટ જાહેર કર્યો હતો. RTI પ્રમાણે મોદી પોતાના કાર્યકાળમાં 165 દિવસ દેશની બહાર રહ્યાં.

પરંતુ આ વર્ષે કોરોનાના કારણે વડાપ્રધાન મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી મોટી ઈવેંટને સંબોધિત કરી. એટલે કે વર્ષના 40 દિવસ વિદેશમાં રહેતા મોદી આ વર્ષે વડાપ્રધાન તરીકે 226 દિવસ ટીવી પર જોવા મળ્યા. જેનો અર્થ કે તેઓ દર બીજા દિવસે ટીવી પર જોવા મળ્યા. કોરોનાની શરૂઆતથી કુલ 7 સંબોધનોમાં મોદી કુલ 157 મીનીટ બોલ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વર્ષના નવેમ્બર મહિના બાદથી તેઓ કોઈ પણ વિદેશ પ્રવાસે નથી ગયા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.