શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવકે, 20 વર્ષથી લીવઇનમાં રહેતી વૃદ્ધ પ્રેમિકાનું ગળું દબાવી,હત્યા કર્યા બાદ લઈ ગયો હતો હોસ્પિટલમાં

શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવકે 20 વર્ષથી લીવઇનમાં રહેતી વૃદ્ધ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે કોરોનાની વેક્સિન લીધા પછી તબિયત લથડતાં તેનું મોત થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હતું.

વૃદ્ધાના મોતની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વૃદ્ધાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. દરમિયાન રોહિતે પોલીસને નિવેદન આપ્યું હતું કે, એક દિવસ પહેલા સુલતાનાએ વેક્સિન લીધી હતી અને તે લીધા બાદ બેભાન થઈ જતા તેનું મોત થયું છે. રોહિતના નિવેદનબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

 

રોહિત રોજ દારૂ પીને વૃદ્ધાને મારપીટ કરતો હતો. ઝઘડો થયો તે દિવસે વૃદ્ધાને માર માર્યો ત્યારે ગળુ દબાવતા મોત થયું હતું. વૃદ્ધાનું મોત થયા પછી પણ તેને કોઈને જાણ કરી નહોતી અને દારૂ પીને સુઈ રહ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.