વસ્ત્રાપુર પોલીસે કોરોના વાઇરસને પગલે જાહેરનામુ બહાર પાડ્યું હોવાથી લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ આપી છે. આથી લોકો ઘરમાં રહે અને મનોરંજન પણ મળે તે માટે વસ્ત્રાપુર પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ગિટાર પર ગીતો વગાડી લોકોને મનોરંજન પૂરું પાડ્યુ હતું.
બીજી તરફ સાથેની પોલીસ અને સોસાયટીના લોકોએ પોતાના ઘરની બારીઓ અને ગેલેરીઓમાં ઉભા રહી થાળીઓ અને તાળીઓ વગાડી પોલીસના સુરમાં સુર મિલાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.