વુહાનમાં કોરોના વાયરસ ફેલાવા માટે અમેરિકન સેના જવાબદાર- ચીનનો અમેરિકા પર ચોંકાવનારો આરોપ

કોરોના વાયરસને લઇ ચીન અને અમેરિકાની વચ્ચે તણાતણીનો માહોલ છે. ચીનની સરકારે અમેરિકા પર આરોપ મૂકયો છે કે તેના લીધે વુહાનમાં કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે. ચીનના એક સરકારી અધિકારીએ કહ્યું છે કે અમેરિકન સેનાએ વુહાનમાં કોરોના વાયરસ ફેલાવ્યો હતો. ત્યારબાદથી આ આખી દુનિયામાં ફેલાયો છે.

ચીનના વિદેશ  મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયાને ટ્વીટ કરીને કહ્યું કે વુહાનમાં કોરોના વાયરસ ફેલાવા માટે અમેરિકન સેના જવાબદાર હોઇ શકે છે. અમેરિકાને આ મામલામાં પોતાની જવાબદારીઓ નક્કી કરવી પડશે. તેણે પારદર્શિતા દેખાડવી જોઇએ.

ઝાઓ લિજિયાને ચીનનો બચાવ કરતા કહ્યું કે યુએસ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ (સીડીસી) ડાયરેકટર રોબર્ટ રેડફીલ્ડે પણ કહ્યું હતું કે અમારા કેટલાંક અમેરિકન ઇનફ્લૂઅંજાના લીધે મરી ગયા છે. આ લોકો ચીનના કોરોના વાયરસથી સંક્રમિત થયા હશે. તેના માટે ચીન જવાબદાર છે.

ઝાઓએ કહ્યું કે અમેરિકા પહેલાં પોતાના ગિરેબાનમાં જઇને જુએ. પહેલાં તેઓ આખી દુનિયાને એ કહે કે તેમના કેટલં દર્દી મર્યા છે? તેની શું તૈયારી છે? કેટલી હોસ્પિટલોમાં કોરોના વાયરસ દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા છે. હોસ્પિટલોની યાદી આખી દુનિયાની સામે લાવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.