વુહાનથી પાછા ફરેલા કાશ્મીરી વિદ્યાર્થી સાથે પીએમ મોદીએ કરી વાત

ભારત સરકારે વુહાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે વિમાન મોકલ્યુ હતુ. વુહાનથી પાછા આવનારા વિ્દ્યાર્થીઓમાં 60 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો.

આ પૈકી કાશ્મીરના બનિહાલ જિલ્લામાં રહેતા અને વુહાનથી પાછા આવેલા એક વિદ્યાર્થઈ નિઝામુર રહેમાન સાથે પીએમ મોદીએ વાતચીત કરી હતી. પીએમ મોદીએ આ પહેલા કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલી નર્સ સાથે પણ વાત કરી હતી.

પીએમ મોદીનો આભાર માનતા નિઝામુરે કહ્યુ હતુ કે, ભારત સકરકારનો આભાર કે સ્થિતિ ખરાબ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓને સહી સલામત ભારત બોલાવી લીધા હતા.

આ વિદ્યાર્થી વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે. પીએમ મોદીએ વિદ્યાર્થીને અપીલ કરી હતી કે, કાશ્મીરમાં લોકોને લોકડાઉન અને કોરેન્ટાઈનનુ મહત્વ સમજાવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.