રશિયામાં (Russia) ડૉક્ટરોએ (Doctors) પોતાના કામ પ્રત્યે એવી સમર્પણ ભાવના દર્શાવી છે કે, વિશ્વના તમામ લોકો તેમની પ્રસંશા કરી રહ્યાં છે. રાજધાની મોસ્કોથી પૂર્વમાં સ્થિત બ્લાગોવેંશ્વેંસ્ક શહેરમાં એક હૉસ્પિટલના ઉપરના ભાગમાં અચાનક આગ લાગી ગઇ હતી. આ દરમિયાન ડૉક્ટરોની એક ટીમ દર્દીનું ઓપન હાર્ટ ઓપરેશન કરી રહી હતી. આગ લાગ્યા બાદ ડૉક્ટરોએ સુરક્ષિત ભાગવાની જગ્યાએ દર્દીનું ચાલુ ઓપરેશન પુરૂં કર્યું.
દર્દીનો જીવ બચાવવા માટે ડૉક્ટરોની ટીમે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો.
આઠ ડોક્ટરો અને નર્સોની ટીમ આગ વચ્ચે બે કલાકમાં આ ઓપરેશન પુરૂ કર્યું. ઓપરેશન પુરૂ થયા બાદ દર્દીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. સાથે જ 128 અન્ય લોકોને તાત્કાલિક હૉસ્પિટલમાંથી કાઢવામાં આવ્યા. એક તરફ જ્યાં હૉસ્પિટલની બિલ્ડિંગમાંથી જોરદાર ધુમાડો આવતો હતો, તો બીજી તરફ ડૉક્ટરોની ટીમે પોતાના જીવની ચિંતા કર્યા વિના સર્જરી ચાલુ રાખી હતી .
બે કલાકની મહેનત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ હૉસ્પિટલના ઉપરના માળે લાગેલી ભયાનક આગને કાબુમાં લીધી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.