નાની બચત યોજનાઓને લઇ બુઘવારના રોજ સરકારે વ્યાજદરને લઇ જાહેરાત કરતા જણાવ્યું કે, ‘નાની બચતો પર પણ વાર્ષિક વ્યાજ દર 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.
પર્સનલ પ્રોવિડેન્ટ ફંડ એટલે કે, PPF ના વ્યાજ દર પણ 7.1થી ઘટાડીને 6.4 ટકા કરી દેવામાં આવ્યો છે. એક વર્ષના ગાળા પર જમા વ્યાજ દરને 5.5 % થી ઓછો કરીને 4.4% કરી દેવામાં આવ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં ઘટાડોનો નિર્ણય સરકારે પરત ખેંચ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે, ‘ભારત સરકાર નાની બચત યોજના પર વ્યાજ દર પહેલા જેવી યથાવત રહેશે.
આ પહેલા સરકારે જાન્યુઆરી-માર્ચ 2021 ક્વાર્ટર માટે પીપીએફ અને એનએસસી સહીત નાની બચત યોજનાઓ પર વ્યાજ ડ્રોમાં કોઈ ફેરફાર નથી કર્યો. કર્મચારી ભવિષ્ય નિધિ (પીપીએફ) અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) માટે વાર્ષિક વ્યાજદર ક્રમશઃ 7.1 અને 6.8 ટકા પર સ્થિત રાખ્યો છે.
આ રીતે 5 વર્ષની નેશનલ સેવિંગ સ્કીમ પર મળનારા વ્યાજ દરમાં 90 બેસિક પોઈન્ટનો ઘટાડો કરાયો છે
PPF સિવાય કિસાન વિકાસ પત્ર અને બાલિકાના શિક્ષણ તેમજ તેના લગ્ન માટેની મહત્વની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દર 7.6 ટકાના દરથી વાર્ષિક વ્યાજ યથાવત છે.
માસિક આવક એકાઉન્ટ પર પણ હવે 6.6 ટકાને બદલે 5.7 ટકા કરાયા હતા. જ્યારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8 ટકાને બદલે 5.9 ટકા વ્યાજ કરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.