100થી વધુ દેશોના, લગભગ 533 મિલિયન ફેસબુક ઉપયોગકર્તાઓની ,વ્યક્તિગત જાણકારી કથિત રીતે, થઇ ગઈ છે લીક

100થી વધુ દેશોના લગભગ 533 મિલિયન ફેસબુકઉપયોગકર્તાઓની વ્યક્તિગત જાણકારી કથિત રીતે લીક થઇ ગઈ છે.

સૂત્રો અનુસાર, નિમ્ન સ્તરના હેકિંગથી ફ્રીમાં પોસ્ટ થઇ ગયા છે. લીક કરવામાં આવેલા ડેટામાં યુઝર્સના નામ, લિંગ, વ્યવસાય, વૈવાહિક અને સબંધની સ્થિતિ, તેમજ જોડાયાની તારીખ, ક્યાં કામ કરતા હતા એ પણ સામેલ છે

હડસન રોક સાઈબર ક્રાઇમ ઇન્ટેલિજન્ટસ ફર્મના મુખ્ય ટેક્નિશિયન અધિકારી એલોન ગેલે શનિવારે ટ્વીટ કરી જણાવ્યું કે 533,000,000 યુઝર્સની જાણકારી લીક થઇ ગઈ છે.

ગેલે કહ્યું કે, ‘એનો મતલબ છે કે જો તમે પણ ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સંભાવના છે કે ફેસબુક એકાઉન્ટ માટે ઉપયોગ કરવામાં આવતો ફોન નંબર લીક થઇ ગયો છે.

  • 6.20 લાખ ભારતીયોનો facebook ડેટા લીક.
  • સોશિયલ એન્જિનીયરિંગ એટેક
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ ઉપર ડેટા વેચવા મુકાયા .
  • 107 દેશોના ૫૩ કરોડ લોકો નો ડેટા.
  • ડેટામાં ફોન નંબર, સંપૂર્ણ નામ, સ્થાન, ઇમેઇલ સરનામું અને બાયોગ્રાફીકલ માહિતી શામેલ છે.
  • 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરવું જરૂરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.