વ્યારા સિવિલ હોસ્પિટલમાં,માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો,આવ્યો છે પ્રકાશમાં

વ્યારા સિવિલ હોસ્પિટલમાં ( civil hospital) માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વ્યારાની નવ માસની ગર્ભવતી કોરોના ( corona) સંક્રમિત મહિલાને પ્રસવની પીડા ઊઠવાની સાથે સાથે તેને શ્વાસ લેવાની તકલીફ પડતી હતી. જેથી તેને ૧૦૮માં ઓક્સિજનના બાટલા ( oxygen ) સાથે સારવાર માટે વ્યારાની કોવિડ ૧૯ની હોસ્પિટલ ( covid 19 hospital) સિવિલમાં લઈ જવામાં આવી હતી.

પરંતુ અહીં આ સરકારી હોસ્પિટલોના બબ્બે વખત પગથિયે ચડી સતત ત્રણ કલાક સુધી રઝડવા છતાં તબીબોએ વ્યારાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ગર્ભવતી ( pregnent) મહિલાઓને સારવાર માટેની કોઇ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું કહી પ્રાથમિક સારવાર સુધ્ધા આપી ન હતી.

નવ માસની ગર્ભવતી મહિલા રુચિબેન કોરોનાગ્રસ્ત હોવાથી બ્લડ પ્રેશર વધવાના કારણે શ્વાસ લેવાની તકલીફ પડતી હતી. બીજી તરફ પ્રસવની પીડા ઊઠતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ અહીં ખાનગી-સરકારી હોસ્પિટલોના પગથિયે તબીબોને કાલાવાલા કરવા છતાં સારવાર આપી ન હતી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.