વંશવેલો વધારવા સાસરીવાળા ધેલા થયાં ન કરવાનું કર્યુ..
ગુજરાતમાં (GUJARAT) ફરી એક વાર પારિવારિક સંબંધોની (FAMILY TIES) હત્યા કરતો કિસ્સો સામે આવ્યો છે. લોકો સંબંધોમાં પોતાની મર્યાદા ઓળંગી રહ્યા છે. પાટણનો (PATAN) એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વંશવેલો (VANSAVELO) વધારવા માટે એક પરિવાર એટલો ગાંડો થયો કે તેમણે વહુ સાથે ખરાબ હરકતો કરી હતી.
વંશ વચલો વધારવા માટે સાસરી વાળાઓ વહુને જબરજસ્તી ટેસ્ટ ટ્યુબ બેબી કરાવીને ગર્ભ ધારણ કર્યો હતો. સમી તાલુકાના સોનાર ગામની યુવતીના લગ્ન શંખેશ્વરના યુવક સાથે વર્ષ ૨૦૧૩માં થયા હતા. તેઓ પહેલેથી જ શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હતો. તેથી લગ્નના આઠ વર્ષમાં તેણે એક પણ વાર પરિણીતા સાથે સંબંધ બાંધ્યો હતો.
પરંતુ યુવકના પરિવારને તેમનો વંશવેલો વધારવાની ધેલછા હતી. આ માટે તેમણે વહુ ને સસરા સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જેથી વહુ ચિંતામાં મૂકાયાં. તેના સસરા હંમેશા તેની છેડતી કરતા હતા. પુત્રવધુએ સસરા સાથે સંબંધ રાખવાની ના પાડી હતી. પરંતુ સાસરિયા વાળા તેને સંતાન માટે વધુ દબાણ કર્યું હતું.
ગર્ભવતી મહિલાનો સીમંત પ્રસંગ પણ આયોજિત કરાયો હતો. તેના એક દિવસ પહેલા સાસરિયા વાળા દહેજની માંગણી કરી હતી. પિયર વાળાની મિલકતનો પેટ્રોલ પંપ પોતાના નામે લખાવા દબાણ કર્યું હતું.જેથી સીમંત બાદ પિયર ગયેલી મહિલાએ બાદમાં પિયરવાળાઓને તમામ હકિકત જણાવી હતી.
મહિલાની ફરિયાદનાં આધારે પોલીસે સાસરી પક્ષનાં ચાર ઈસમ સામે ફોજદારી કલમ 154 હેઠળ IPC 498A, 354A, 506(2), 114 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.