સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના વિડિયો વાયરલ થતાં જોવા મળે છે. જેમાં કેટલાંક વિડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવું આવે છે. એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ ચોંકી જશો.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કુતરો અને બિલાડી રાઈડની સવારી કરતા જોવા મળી રહ્યા છે. આ જોડીએ ઝડપી પાંચ મીટર આ રાઈડ ચલાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=5s
તમને જણાવી દઈએ કે આ વીડિયો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે સશીમી અને લોલીપોપે આ પરાક્રમ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે સશીમી અને લોલીપોપ નામના આ કુતરો અને બિલાડી એકબીજાના મિત્ર છે.
https://www.instagram.com/reel/CT4thfNoXKG/?utm_source=ig_embed&ig_rid=a1eefcd4-ea0f-451c-a79e-a1dee4cc493d
લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે વાહ શું દોસ્તી છે. જ્યારે અન્ય યુઝર્સ પણ આ જોડીની પ્રશંશા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.