દૈનિક આટલાં હજાર સ્ટેપ્સ ચાલવાથી વ્યક્તિનું આયુષ્ય થાય છે લાબું. અભ્યાસમાં થયો છે દાવો..

લાંબા જીવન માટે હેલ્થી લાઈફસ્ટાઈલ અપનાવવી ખૂબ જ જરૂરી છે. ખાવાની ટેવ અને અનહેલ્થી આદતો વ્યકિતના જીવન પર સીધી અસર કરે છે. એક નવી સ્ટડી મુજબ દરરોજ ૭૦૦૦ સ્ટેપ્સ ચાલવાથી નાની ઉંમરે મૃત્યુનું જોખમ ૫૦ થી ૭૦ ટકા ધટે છે.

ફિઝિકલ એકિટવિટી એપિડેમાયોલોજિસ્ટ અને સ્ટડીના મુખ્ય લેખક અમાન્દા પાલુચે જણાવ્યું હતું કે ૧૦,૦૦૦ થી વધુ સ્ટેપ્સ ચાલવાથી અથવા ઝડપી ચાલવાથી કોઈ વધારાના ફાયદાનાં પુરાવા નથી. તેમણે જાપાનીઝ પેડોમીટર માટે લગભગ એક દાયકા જૂની માકઁટિંગ ઝુંબેશના ભાગરૂપે ૧૦,૦૦૦ સ્ટેપ્સ ચાલવાનું વણઁન કયુઁ છે.

ત્યારબાદ 2020-21માં તેના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને તેમાં સામેલ વોલન્ટિયર્સને ત્રણ અલગ અલગ ગ્રુપ્સમાં વહેંચવામાં આવ્યા. પ્રથમ લો સ્ટેપ વોલ્યુમ (દરરોજ 7,000થી ઓછા સ્ટેપ્સ), બીજું મધ્યમ (7,000-9,000 સ્ટેપ્સ) અને ત્રીજું હાઈ (10,000થી વધુ સ્ટેપ્સ).

સ્ટડીના આધારે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વોલન્ટિયર્સ કે જેઓ દરરોજ 7,000થી 9,000 સ્ટેપ્સ ચાલે છે તેમના સ્વાસ્થ્યને ઘણો ફાયદો થયો છે. પરંતુ જે લોકો દરરોજ 10,000થી વધુ સ્ટેપ્સ ચાલતા હતા તેમના સ્વાસ્થ્યને કોઈ વધારાનો લાભ મળ્યો નથી. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો દરરોજ સરેરાશ 7,000 સ્ટેપ્સ ચાલે છે તેમને કોઈપણ કારણથી મૃત્યુનું જોખમ 50થી 70 ટકા ઓછું હોય છે.

https://www.youtube.com/watch?v=XEJhIM-N_5o

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.