ફોનનુ પર્ફોમન્સ વધારવા માટે સૌથી સારી રીત ફોનને રિસેટ કરવાનો છે તેમજ જો કે, તેનાથી તમારા સ્માર્ટ ફોનને સેટ થવામાં સમય લાગશે અને એક વખત જ્યારે તમે પોતાનો સ્માર્ટ ફોન રીસેટ કરી લેશો તો તમને તેના પર્ફોમન્સમાં એક મોટું અંતર જોવા મળશે. તમારી એપ્સ પહેલાની સરખામણીએ વધુ ઝડપથી ખુલશે. મલ્ટી-ટાસ્કિંગ સરળ થઇ જશે અને તમને એવુ લાગશે કે તમે જે ડિવાઈઝનો ઉપયોગ કરી રહ્યાં છો તે જૂની નથી પરંતુ અત્યારે ખરીદી છે.
આ ઉપરાંત શ્રેષ્ઠ પર્ફોમન્સ માટે ફોનના સ્ટોરેજ સ્પેસને સ્વચ્છ રાખવુ જરૂરી હોય છે, નહીં તો સિસ્ટમ ધીમી થઇ જશે અને ફોનના સ્ટોરેજને સાફ કરવા માટે તમારે સૌથી પહેલા સેટીંગ સેક્શનમાં બચેલા સ્ટોરેજ સ્પેસને ચેક કરવુ જોઈએ અને જો તે ભરેલુ છે તો તમારો ફોન સ્લો થશે. એવામાં તમારે પોતાના ફોનમાં રહેલી બિનજરૂરી એપ્સને હટાવવી પડશે તેમજ આ સાથે એપ્લિકેશન ફાઈલોને પણ ડિલીટ કરી શકો છો. સામાન્ય રીતે લોકોના ફોન પર વર્ષોના ફોટા અને વીડિયો હોય છે, તેથી તેઓ અમુક વીડિયો અને કેટલીક સ્ટોરેજ સ્પેસ બનાવવા માટે ડિલીટ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.