વોર્નરની સદી થઈ ગઈ હોત, પણ તેણે પૉવેલને કહ્યું કંઇક એવું કે જીતી લેશે તમારું દિલ….

દિલ્હી કેપિટલ્સ (DC)ના ઓપનર બેટ્સમેન ડેવિડ વૉર્નરે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ થયેલી મેચમાં શાનદાર ઇનિંગ રમી. 92 રન બનાવનારા ડેવિડ વૉર્નર ભલે સદી ન બનાવી શક્યો, પરંતુ પોતાની ટીમને એક મોટા સ્કોર સુધી જરૂરી પહોંચાડી. ડેવિડ વોર્નર જ્યારે સદી નજીક હતો, એ સમયે રૉવમેન પૉવેલ બીજી તરફ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો હતો. છેલ્લી ઓવરમાં રૉવમેન પૉવેલે 19 રન બનાવ્યા અને જ્યારે તે એક તરફ રન બનાવી રહ્યો હતો, ત્યારે પાક્કું થઈ ગયું હતું કે ડેવિડ વૉર્નરની સદી પૂરી નહીં થઈ શકે આમ છતા પણ રૉવમેન પૉવેલના દરેક શૉટ પર ડેવિડ વૉર્નર સેલિબ્રેશન મનાવી રહ્યો હતો.

એ સમયે કમેન્ટેટર્સે પણ ડેવિડ વૉર્નરના વખાણ કર્યા અને તેને સાચો ટીમ મેન ગણાવ્યો. તેમણે કહ્યું કે ડેવિડ વૉર્નરે પોતાની સદીની ચિંતા ન કરી અને ટીમના મોટા સ્કોર પર ફોકસ કર્યું, તેની મજા પણ લીધી. દિલ્હી કેપિટલ્સની ઇનિંગ સમાપ્ત થયા બાદ રૉવમેન પૉવેલે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો. રૉવમેન પૉવેલે કહ્યું કે હું ઈચ્છતો હતો કે ડેવિડ વૉર્નર સદી માટે જાય, પરંતુ ડેવિડ વૉર્નરે મને કહ્યું કે મારી સદીની ચિંતા ન કરું અને શૉટ લગાવવા પર ફોકસ કરું અને જેથી ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકે. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન ડેવિડ વૉર્નરે આ મેચમાં 92 રનોની ઇનિંગ રમી. 58 બોલની આ ઇનિંગમાં ડેવિડ વૉર્નરે 12 ફોર અને 3 સિક્સ લગાવી

બીજી તરફ રૉવમેન પૉવેલે અંતમાં આવીને તબાહી મચાવી દીધી, જેમાં 3 ફોર અને 6 સિક્સ સામેલ હતા. IPL 2022મા દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને 5 જીત હાંસલ કરી લીધી. આ સીઝનની 50મી મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 207 રન બનાવ્યા હતા. તેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 186 રન જ બનાવી શકી હતી અને 21 રનથી આ મેચ હારી ગઈ.અને દિલ્હી માટે ડેવિડ વૉર્નરે સૌથી વધારે 58 બોલમાં 92 રન બનાવ્યા હતા. તેમણે આ ઇનિંગ સાથે જ પોતાની જૂની ટીમ હૈદરાબાદ સાથે બદલો લઈ લીધો.

ગત સીઝનમાં ખરાબ ફોર્મ બાદ ડેવિડ વૉર્નર પાસે હૈદરાબાદની કેપ્ટન્સી છીનવી લેવામાં આવી હતી અને ત્યારબાદ ટીમથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. મેગા ઓક્શન પહેલા તેને રિટેઇન કર્યો નહોતો. હવે ડેવિડ વૉર્નરે દિલ્હી માટે 8 મેચમાં 4 સદી લગાવી છે. તે ઓરેન્જ કેપની રેસમાં પણ સામેલ છે. હૈદરાબાદ વિરુદ્ધ વૉર્નરની મેચ વિનિંગ ઇનિંગ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદની માલકીન કાવ્યા મારન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. વૉર્નરને રિટેઇન ન કરવા માટે ફેન્સ તેની મજાક ઉડાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.