કોરોના મહામારીના સ્થિતિને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMR તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. અહી સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવે જણાવ્યું કે, ભારત એ દેશોમાં છે જ્યાં પ્રતિ 10 લાખની વસ્તીએ કોરોના કેસોની સંખ્યા સૌથી ઓછી છે. ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તી પર કોરોના કેસોની સંખ્યા 7178 છે જ્યારે તેની વૈશ્વિક સરેરાશ 9 હજાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે વેક્સિનેશન બાદ પ્રતિકૂળ પ્રભાવની ઘટનાઓ સામે આવી શકે છે. જે માટે રાજ્યોએ તૈયારી કરી લેવી જોઈએ.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે દેશમાં કોરોનાના 15.55 કરોડથી વધારે ટેસ્ટિંગ અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે. દેશમાં સંક્રમણ દર ઘટીને 6.37% થઈ ગયો છે. ભારતમાં હાલમાં કોરોના મૃત્યું દર 1.45% છે. જે દુનિયામાં સૌથી ઓછો છે. પ્રેસ કોન્ફરન્સમાં હાજર નીતિ આયોગના સભ્ય(સ્વાસ્થ્ય) ડૉ. વીકે પોલે દિલ્હીમાં કોરોના સંક્રમણની સ્થિતિ પર સંતુષ્ટી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અમે તે જોઈને ખુશ છીએ કે દિલ્હીમાં સ્થિતિ ખુબ સારી થઈ છે. અમે દિલ્હી સરકાર અને અન્ય સરકારોને શુભેચ્છા આપીએ છીએ જેમણે હાલની સ્થિતિમાં સંક્રમણને અટકાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
વેક્સિનેશન બાદ પ્રતિકૂળ પ્રભાવો કે ઘટનાઓ સામે આવવાના વિષય પર રાજેશ ભૂષણે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જ્યારે આપણે એક સાર્વભૌમિક વેક્સિનેશન કાર્યક્રમ કરીએ છીએ. જે દશકોથી કરવામાં આવી રહ્યો છે. તો વક્સિનેશન બાદ બાળકો અને ગર્ભવતિ મહિલાઓમાં કંઈક પ્રતિકૂળ પ્રભાવ જોવા મળ્યા છે. જ્યારે આપણે કોરોના વેક્સિનેશન શરૂ કરીએ છીએ તો આપણે એક પ્રતિકૂળ ઘટનાની સંભાવનાથી ઈનકાર કરી શકીએ નહી. જે દેશોમાં વેક્સિનેશન પહેલેથી જ શરૂ થઈ ચુક્યું છે ખાસ કરીને બ્રિટનમાં, પહેલા દિવસથી પ્રતિકૂળ ઘટના થઈ. તેથી આવશ્યક છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તેના માટે તૈયારી કરે.
દેશમાં વેક્સિનેશનની વ્યવસ્થાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવે જણાવ્યું કે, તેને લઈને તૈયારીઓ સતત ચાલી રહી છે. વેક્સિનેશનના કામ માટે 29 હજાર કોલ્ડ ચેઈન પોઈન્ટ, 240 વોક-ઈન-કુલર, 70 વોક-ઈન-ફ્રિઝર, 45 હજાર આઈસ-લાઈન્ડ રેફ્રિજરેટર, 41 હજાર ડીપ ફ્રિઝર અને 300 સોલર રેફ્રિરેટરનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામ ઉપકરણ પહેલાંથી જ રાજ્ય સરકારો પાસે પહોંચી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.