કોરોના મુદ્દે રોજેરોજ નવા સંશોધન અને અભ્યાસ થઇ રહ્યા છે કે જેથી રોગચાળા વિષે મહત્તમ માહિતી મળી શકે. તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન- ‘હૂ’) એ કોરોનામુદ્દે નવી માહિતી પૂરી પાડતા જણાવ્યું કે દુનિયાના 29 દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ (વાયરસ) મળી આવ્યો છે, જેનું નામ ‘લેમ્ડા’ છે
દક્ષિણ અમેરિકામાંથી મળેલો કોરોનાનો નવો વેરિએન્ટ ‘લેમ્ડા’ ખાસ કરીને દક્ષિણ અમેરિકામાંથી મળેલો કોરોનાનો નવો વેરિએન્ટ ‘લેમ્ડા’ ત્યાંની પેદાશ હોવાનું મનાઇ રહ્યું છે. એ પેરૂ દેશમાં પણ મળી આવ્યો છે. દક્ષિણ અમેરિકામાં વ્યાપક ફેલાવાના લીધે ‘લેમ્ડા’ ને વૈશ્વિક રૂચિના રૂપે વર્ગીકૃૃત કરાયો છે.
પેરૂના અધિકારીઓએ જણાવ્યું કે એપ્રિલ, 2021 થી અત્યાર સુધી 81 ટકા સંક્રમિત મામલાઓમાં આજ વેરિએન્ટ મળી આવ્યો છે. ચિલેમાં છેલ્લા 60 દિવસોમાં નોંધાયેલા બનાવોમાં 31 ટકા કેસમાં કોવિડ-19 નો નવો વેરિએન્ટ જોવા મળ્યો.
‘લૈમ્બ્ડા’ને સમજવા માટે વધુ સંશોધન જરૂરી ;
તદુપરાંત, આર્જેન્ટિના અને ઇક્વાડોરમાં પણ કોરોનાના નવા વેરિએન્ટના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે લૈમ્બ્ડા વંશમાં ઉત્પરિવર્તન થાય છે, જે સંક્રમણ ક્ષમતાને વધારી શકે છે. અથવા એન્ટિબોડી વિરૂધ્ધ વાયરસને સંગીન બનાવી શકે છે.
જોકે આ મુદ્દે પૂરતા પુરાવા નથી. ‘લૈમ્બ્ડા’ને સમજવા માટે વધુ સંશોધન જરૂરી છે. નોંધનીય છે કે દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટે મહત્તમ તબાહી મચાવી છે. ડેલ્ટા વેરિએન્ટના લીધે લાખો લોકો મૃત્યુ પામ્યા છે.
https://www.youtube.com/watch?v=edlqnlHNceg
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.