પાકિસ્તાન 2023 એશિયા કપનું આયોજન પોતાના દેશમાં કરવા માટે લાગે છે કે ચુકી જશે, કારણ કે, BCCIએ પહેલાથી જ કહી દીધું છે કે, ભારતીય ટીમ રમવા માટે પાકિસ્તાન નહિ જાય. જો ભારતની મેચ અન્ય સ્થળે યોજાય તો પણ પાકિસ્તાન તેનું આયોજન કરવાનો અધિકાર પોતાની પાસે જ રાખશે અને અમે અહીં તમને બતાવી દઈએ કે, એશિયા કપનું પાછલા બે વખતનું આયોજન પણ અન્ય દેશમાં જ કરવામાં આવ્યું હતું.
એશિયા કપના આયોજન સ્થળનો અંતિમ નિર્ણય માર્ચ સુધી ટાળવામાં આવ્યો છે. પરંતુ તે નક્કી છે કે, ભારત પાડોસી દેશની યાત્રા નહિ કરે. ડિસેમ્બર 2022માં PCBના ચેરમેન પદેથી હાંકી કાઢવામાં આવેલા રમીઝ રાજાએ તે વખતે, BCCIના પાકિસ્તાનનો પ્રવાસ નહિ કરવાના નિર્ણય પર અને ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાંથી ખસી જવાની ધમકીની પ્રતિક્રિયા આપી હતી.
પાકિસ્તાનના ઘણા પૂર્વ ખેલાડીઓએ રમીઝ રાજાની આ પ્રતિક્રિયાને સમર્થન આપ્યું હતું. તેમાં એક વધુ ખેલાડીનો ઉમેરો થવા જઈ રહ્યો છે, હવે પાકિસ્તાનના કામરાન અકમલે પણ રમીઝ રાજાના પગલે ચાલીને કહ્યું હતું કે, તેના દેશની પણ કઈ ઈજ્જત છે, અને જો રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમ એશિયા કપની બહાર થઇ જાય છે તો અહીં આપણે પણ ભારતનો પ્રવાસ નહિ કરવો જોઈએ.
કામરાને વધુમાં કહ્યું કે, ‘જો ભારત આપણા દેશમાં યોજાનારા એશિયા કપમાં રમવા આવવા માટે તૈયાર ન હોય તો, આપણે પણ ભારતમાં આયોજિત થનારા વર્લ્ડ કપ 2023માં રમવા માટે ભારત ન જવું જોઈએ. આપણી પણ ઈજ્જત છે, આપણે પણ વિશ્વ ચેમ્પિયન રહી ચુક્યા છીએ. રેન્કિંગમાં ટોપ પર રહ્યા છીએ.’ કામરાને કહ્યું કે, ‘આપણે ક્રિકેટના દરેક સ્વરૂપમાં જીત મેળવી છે અને સાથે સાથે ચેમ્પિયન ટ્રોફી પણ જીતી છે. આ બે સરકારો વચ્ચેનો મામલો છે અને જ્યાં સુધી તેઓ એક જ નિર્ણય પર નહિ આવે, ત્યાં સુધી કોઈ પણ ટીમ એકબીજાને ત્યાં નહિ જાય, આપણે તે જોવું જોઈએ કે આવું ક્યાં સુધી ચાલે છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.