જોઈએ એટલા કોંગ્રેસીઓને લઈ જાઓ અમને આવા કૌરવોની જરૂર નથી:રાહુલ ગાંધી

ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અહીં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. કોંગ્રેસના નેતાઓના પક્ષ પલ્ટાને લઈને નારાજ અને નિરાશ કોંગી કાર્યકર્તાઓનું તેમણે મનોબળ મજબૂત કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે, ગુજરાતના લોકોને અમારે કંઈ બતાવવાનું નથી. અહીં કોંગ્રેસના સભ્યોનું લિસ્ટ છે. આ લોકો કામના લોકો છે. આ લોકો જમીન સાથે જોડાયેલા લોકો છે. આ લોકો લડી જશે, તેઓ ગુજરાતને રસ્તો બતાવી દેશે અને કરીને બતાવી દેશે. અને આ બાજુ એ લોકો છે જેઓ ડિસ્ટર્બ કરે છે, BJP આ લોકોને લઈ જાઓ. તમને હજુ વધુ કૌરવો જોઈએ છે? જેટલા જોઈએ એટલા લઈ જાઓ. અમને નથી જોઈતા. અને અમે તમને ગિફ્ટ આપીએ છીએ, લઈ જાઓ ઉંચકીને.

ગુજરાત આપણને એ શીખવે છે કે એકતરફ સત્તા હોય, CBI હોય ED હોય, કૌરવ હોય, કોઈ ફરક નથી પડતો, તે માયા છે, અને બીજી તરફ સત્ય. સત્ય ખૂબ જ સરળ હોય છે. અને ગુજરાતે માત્ર આપણને જ નહીં, પરંતુ જે વિચારધારા છે કદાચ તે ગુજરાતના લોકોને પણ ખ્યાલ નથી કે તમે તેને ક્યાં-ક્યાં ફેલાવી દીધી. 90ના દાયકામાં હું 19-20 વર્ષનો હતો, તે સમયે હું સાઉથ આફ્રિકા ગયો હતો, ત્યાં સોનિયાજી હતા, પ્રિયંકા હતી.

પપ્પાના મૃત્યુ બાદ મંડેલાજીએ અમને ત્યાં બોલાવ્યા હતા, અને તેમણે અમને જણાવ્યું કે, હું 26 વર્ષ જેલમાં રહ્યો. 26 વર્ષો સુધી તેઓ મને હેરાન કરતા રહ્યા. હું સવારે ઉઠતો હતો અને આખો દિવસ જેલમાં રહેતો હતો. તો મેં પૂછ્યું કે જેલમાં તમે આટલા વર્ષો એકલા રહ્યા, તો તે દરમિયાન તમને શક્તિ ક્યાંથી મળી. તેમણે કહ્યું, હું એકલો નહોતો મારી સાથે જેલમાં મહાત્મા ગાંધી બેઠા હતા. અહીં ગાંધીજીનો ફોટો છે અને સાઉથ આફ્રિકાની સરકારને ઉઠલાવી દીધી અને તમે મને કહી રહ્યા છો કે ગુજરાતની સરકારને ઉઠલાવી નથી શકતા?

ગુજરાતની જનતા તમારી તરફ જોઈ રહી છે અને તમે વિચારી રહ્યા છો કો તમે રાજ્યની સરકારથી ત્રસ્ત છો. જેટલું તમારું નુકસાન કર્યું છે તેના કરતા 10 ગણું વધુ BJPએ ગુજરાતની જનતાનું નુકસાન કર્યું છે. કોવિડ સમયમાં અહીં 3 લાખ લોકો મર્યા. GST, નોટબંધી, કોરોનાના સમયે તેમના જે પગલાં હતા, તેમણે ગુજરાતની કરોડરજ્જુ તોડી નાંખી અને ગુજરાત એ વાતને સમજી રહ્યું છે. માત્ર જરૂર છે તો તેમને કોંગ્રેસની વિચારધારા, તેમના ભવિષ્યના પ્લાન અને કયા લોકો તે કરશે તે સમજાવવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.