અમારે કોઈનું પરિવર્તન નથી કરાવવું , પંરતુ જીવવાવી પદ્ધતિ શીખવાડવી છે !

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં (RASHTRIYA SWAYAMSEVAK SANGH) પ્રમુખ મોહન ભાગવતે (MOHAN BHAGWAT) જણાવ્યું કે , “ આપણે કોઈનું ધર્મ પરિવર્તન (CONVERSION) કરવાની જરુર નથી , પરંતુ જીવવાની (TO LIVE)  પદ્ધતિ શીખવવાની છે. આપણે સમગ્ર વિશ્વને આ સમજ આપવા માટે ભારત (INDIA) ભૂમિમાં જન્મ્યા છીએ. કોઈની પૂજા પદ્ધતિને બદલ્યા વગર સારી વ્યકિત બનાવવી તે આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ.

ભાગવતે કહ્યું હતું કે , “ આપણે ભારતને વધું સારું બનાવવાનું છે. જો કોઈ તેની વ્યવસ્થા બગાડવનો પ્રયત્ન કરે તો તે સારી વાત નથી. દેશ જ નક્કી કરશે કે આવી સ્થિતિમાં શું કરવુઓ જોઈએ. ભારતને વિશ્ચગુરુ બનાવવા માટે સમન્વય સાથે આગળ વધવાની જરુર છે.

મોહન ભાગવતે કહ્યું કે , “ પોતાકાપણાની , પૂજાની , જાત-પાતની , ભાષાઓની વિવિધતા છતાં હળીમળીને રહેતાં શીખવે છે. જે સૌને પોતાના માને છે. કોઈને પારણાં નથી માનતાં પોતાનામાં ન માનતા હોય તેમને પણ પારકાં ન ગણે એ જ આપણો ધર્મ છે. તે લોકોને જીવવાની પદ્ધતિ શિખવે છે. ખોવાયેલું વ્યવહારિક સંતુલન પાછું અપાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.