પૂવઁ નાયબ મુખ્યમંત્રી આજે કડી ખાતે પહોંચ્યા હતા.ત્યારે કડી ખાતે ભાગ્યોદય હોસ્પિટલમાં નીતિન પટેલે સવઁ રોગ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે કડી ખાતે નીતિન પટેલનું ભવ્ય સ્વાગત કરાયુઓ અને ત્યારબાદ ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
કોરોનામાં પણ ટિફિન સેવા લોકોને પોહચડી છે. હજારો લોકોને જમવાનું સેવાભાવી સંસ્થાઓએ પોહચાડ્યું છે. સરકારે સેવાભાવી સંસ્થાઓને સેવા કરવા આગળ આવવા કહ્યું છે. ઓક્સિજન અને પથરીઓની તકલીફ હતી તે સમયે બહાર થઈ ઓક્સિજન લાવ્યા હતા. દુબઇથી ઓક્સિજન ભેટ મળ્યું એટલે આપણું ગુજરાત બચ્યું છે. સ્કૂલ કોલેજો હવે ખુલી ગઈ છે. કડીમાં 1500 ટ્રકો છે અને 6 હજાર લોકો એમાંથી રોજગારી મેળવે છે. કોરોનામાં બધું બંધ હતું એટલે તકલીફ પડી પણ હવે બધુંસરુ થઈ ગયું છે.
https://www.youtube.com/watch?v=d5cyIgay-h0&t=1s
નાના લારીઓ નાના રોજગારવાળાને કડી નાગરિક બેન્કને લોન આપવા કહ્યું હતું. એમ લોકોનું ગુજરાન ચાલ્યું છે. વરસાદ ખેંચાયો ત્યારે તળાવો ભરવા મેં મંજૂરી આપી હતી. 8 કલાકથી વધારીને 10 કલાક પાવર વધાર્યો છે. 5 હજાર કરોડનો ખર્ચ કોરોનામાં થયો છે. રેમડેસીવીરમાં કોઈ દિવસ તકલીફ નથી પાડવા દીધી. બીજે ભલે તકલીફ પડી હોય કડીમાં કોઈ તકલીફ નથી પડવા દીધી. એક ફોનથી હજુ બી કામ પતિ જવાનું છે.
મોદી સાહેબ વિશ્વમાં ભારતનું ગૌરવ વધારે છે. તમારી લાગણી દિલ્હી અને કમલમ સુધી પોહચી જશે. હવે હું આવતો રહેવાનો સરકારી કામ ઓછું થયું છે હું ફ્રી થયો છું. તમારો પ્રેમ મેળવવાનો છે અને મેં એ પ્રેમ આજે જોઈ લીધો છે. તમારો ભાવ જોઈ મને આનંદ થયો છે. ભગવાન શક્તિ આપે તો આપણું કડી મેડિકલ કોલેજવાળું શહેર બનશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.