સલમાન ખાન અને રાખી સાવંત વચ્ચેના સંબંધો જાણીતા છે અને અભિનેતાએ આગળ વધીને રાખીની મદદ કરી, જ્યારે તેણીને તેની માતાની સારવારની આર્થિક જરૂરિયાત હતી. કદાચ આ જ કારણ છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે રાખીને ઈમેલ મોકલીને સલમાનથી દૂર રહેવાની ચેતવણી આપી છે. તેમજ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મુંબઈમાં સુપરસ્ટારને મારી નાખશે. ગેંગસ્ટરે રાખીને ધમકી પણ આપી છે.
મળતી માહિતી મુજબ તેણે કહ્યું, ‘તેઓ કહી રહ્યા છે કે જો તમે સલમાન ખાન વિશે વાત કરશો તો અમે તને મારી નાખીશું. પરંતુ હું સલમાન ખાન વિશે વાત કરીશ કારણ કે તેણે મારી માતાની તબિયત ખરાબ હતી ત્યારે તેને મદદ કરી હતી અને તેણે મારી માતાને કેન્સરથી બચાવવા માટે 50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. હું કેમ ન બોલું? તેણે સિદ્ધુ મુસેવાલાને ગોળી મારી હતી. લોકો કોઈના મૃત્યુ પછી કેન્ડલ માર્ચ કાઢીને રડે છે. જ્યારે કોઈ જીવતું હોય ત્યારે શું આપણે સ્ટેન્ડ ન લેવું જોઈએ?
રાખીએ એ પણ ખુલાસો કર્યો હતો કે તેણીને મળેલા ઈમેલ માટે તે કોઈ કાનૂની કાર્યવાહી કરી રહી નથી અને તેણીએ કહ્યું, ‘હું કોઈ કાયદાકીય પગલાં લઈ રહી નથી. હું ભયભીત છું અને મૂંઝવણમાં પણ છું. શું કરવું તે મને સમજાતું નથી. હું તેને ભગવાન પર છોડી રહી છું અને રાખીને પ્રિન્સ માવી નામના વ્યક્તિના બે ઈમેલ મળ્યા હતા, જે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગમાંથી અને ગોલ્ડી બ્રાર ગ્રુપમાંથી હોવાનો દાવો કરે છે. રાખીને પહેલો ઈમેલ 18 એપ્રિલે સવારે 7.22 વાગ્યે મોકલવામાં આવ્યો હતો અને બીજો ઈમેલ 18 એપ્રિલે બપોરે 1.19 વાગ્યે મળ્યો હતો.
પહેલો ઈમેલ રોમન હિન્દીમાં લખવામાં આવ્યો હતો અને જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘રાખી હમારી તેરે સાથ કોઈ બડી નહીં હૈ તુ સલમાન ખાનની બાબતમાં વચ્ચે ના પડીશ નહીંતર તને પણ મુશ્કેલી થશે તારા ભાઇ સલમાનને અમે બોમ્બેમાં જ મારીશું તે ભલે ગમે તેટલી સિક્યોરીટી વધારી દે આ વખતે તેને સિક્યોરીટીની વચ્ચે મારીશું અને આ છેલ્લી ચેતવણી છે રાખી તારા માટે.. નહીં તો ભાઈ તૈયાર રહેજે. તમારા ભાઈ સલમાનને બોમ્બેમાં મારી નાખીશું, પછી ભલેને તેની સુરક્ષા માટે કેટલા સુરક્ષાકર્મીઓ હોય.
બીજા ઈમેલમાં કહેવાયું છે કે, ‘રાખી અમે તને છેલ્લી વખત કહી રહ્યા છીએ અને સલમાન ખાનને કોઇ બચાવી શકશે નહીં અમે કોઈનાથી ડરતા નથી. સલમાનનું અભિમાન તોડવું પડશે. તેને બહું જ ઘમંડ છે… પૈસા અને સત્તાનું. અને કાં તો તેણે ભાઈ ગોલ્ડી સાથે વાત કરવી જોઈએ અથવા મરવા માટે તૈયાર થઈ જવું જોઈએ. તેના ઘરની બહાર બહુ જલ્દી મારીશું..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.