યુપીના ગેંગસ્ટર અને શાપઁશૂટરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરતાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. કુખ્યાત આરોપી મનીષે પોતાના શાપઁશૂટર માટે કેટલાક હથિયારો પણ સંતાડી રાખ્યા હતા. મહત્વનું છે કે આરોપી મનીષ બનાવટી નામે રહીને ખંડણી પેટે મળેલા રૂપિયા શરીફ જિંદગી જીવવા માંગતો હતો. પરંતુ પોલીસે અને મહિનાઓ સુધી મહેનત કરી આરોપી મનીષને મુંબઈ થી પકડી લીધો હતો.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા ગેંગસ્ટર મનીષ સિંઘ અને હત્યા અને ખંડણી નો આરોપ લાગ્યો છે .અને યુપીના ગેંગસ્ટર નો સાગરીત પણ રહી ચૂકેલો મનીષ અનેક રાજ્યોમાં અનેક શહેરોમાં શાપઁશુટર પૂરા પાડી હત્યા કે ખંડણી માંગવાની ગેંગ ચલાવતો હતો. જેમાં મનીષ બોટાદમાં ડબલ મર્ડર અને અંજામ આપ્યો તે અંગે પણ ખુલાસો થયો છે. જ્યારે શાપઁશૂટરોને મોકલી ૩૫ લાખ રૂપિયા હોવાનું પણ સામે આવ્યું છે. અને આ જ ખંડણીના રૂપિયા અમદાવાદમાં વ્યાજે ફેરવવા લાગ્યો હતો.
https://www.youtube.com/watch?v=poHDnrCx9m0
મહત્વનું છે કે, આરોપી મનીષ સિંઘ અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે જિંદગી જીવવા માંગતો હતો. પરંતુ લોનથી લીધેલા વાહને પગલે તેની ઓળખ છતી થઇ અને ખોટા ઉભા કરેલા દસ્તાવેજી પુરાવાઓ પણ પોલીસના હાથે લાગ્યા. જેને પગલે હવે ક્રાઈમ બ્રાન્ચે બનાવટી નામ શિવલાલ શર્માના તમામ દસ્તાવેજી પુરાવા પણ કબજે કર્યા છે. ત્યારે આ પુરાવાઓ ક્યાંથી બનાવ્યા હતા અને તેમાં કોને કોને મદદ કરી હતી? તે અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.