લગ્નની (MARRIAGE) રાહ જોઈને બેઠેલા યુગલો માટે આ સમાચાર ખાસ છે. લગ્ન એક નવા જીવનની (LIFE) શરૂઆત હોય છે. ત્યારે લગ્નની વિધિ (RITUAL) માટે પણ ખાસ દિવસ (SPECIAL DAY) , ખાસ સમય (SPECIAL TIME) , અને ખાસ ચોઘડિયું (SPECIAL QUARTEL) જોવામાં આવે છે. ચાર મહિના બાદ ફરી એકવાર લગ્નની સિઝન (SEASON) શરૂ થવા જઈ છે.
જેને કારણે લગ્નવાંચ્છુક યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાતુર્માસમાં વિરામમાં આવેલી લગ્નસરા આગામી ૧૫ નવેમ્બરના રોજ તુલસી વિવાહ થી ફરી શરૂ થશે.લગભગ ૪ મહિના બાદ જિલ્લામાં ૧૬ નવેમ્બરથી ફરી લગ્નની શરણાઈઓ ગુંજે. આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કુલ ૧૪ શુભ મુહૂર્તમાં જિલ્લમાં ૭૦૦થી વધુ લગ્ન થવાનો અંદાજ છે.
ગત વર્ષ કોરોનામાં મોકૂફ રહેલા લગ્ન પણ આ સિઝનમાં કરાય રહ્યા છે.બીજી બાજુ પાર્ટી પ્લોટોના સંચાલકોનાં જણાવ્યા અનુસાર , પાર્ટી પ્લોટમાં આયોજિત મોટાભાગનાં લગ્નોમાં ૬૦૦થી વધુ મહેમાનોની સંખ્યા રહેતી હોય છે.
ગત વર્ષ કોરોનાના કારણે વપરાયેલું બુકિંગ ૫૦ ટકા સુધી પહોંચ્યું છે. સરકાર લગ્ન પ્રસંગમાં આવતા મહેમાનોની સંખ્યાની મર્યાદા વધારે તો હજુ બુકિંગ વધે તેવી આશા છે. જયારે કેટરિંગનાં વ્યવસાયકારો જણાવ્યું કે , ૧૦૦ લોકોની મર્યાદા વધારી ૪૦૦ લોકોની કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.