અત્યારના સમયમાં વેડિંગ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ આશરે 50 બિલિયન ડોલરનું છે. જેના પર દેશભરમાં ફેલાયેલી મહામારીની પણ ખાસ અસર નથી દેખાઇ રહી કારણ કે આજના સમયમાં બધાં જ પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગે છે.
તમે ડિપ્લોમા ઇન વેડિંગ પ્લાનિંગ પણ કરી શકો છો. આ સિવાય સર્ટિફિકેટ કોર્સ ઈન ઇવેન્ટ મેનેજમેન્ટ પણ કરી શકાય છે. આ ફીલ્ડમાં તમને ઘણાંપ્રકારનાં વિકલ્પો મળી શકે છે.
લગ્નના આયોજકને તમારા લગ્ન માટે સંપૂર્ણ જવાબદારી અને ખર્ચ આપવામાં આવે છે, જેમાં તેઓ થીમના આધારે તમારા લગ્ન કરાવે છે અને તેની જવાબદારી નિભાવે છે. આ માટે તેમની પાસે એક સારો ટીમ લીડર હોય છે. આમાં લોકો પગાર લઈને શરૂઆત કરે છે.
જો તમે પોતાની કંપની બનાવવા ઇચ્છતા હોવ, જેમાં આખી ટીમ સાથે મળીને કામ કરે, તો તેમાં વધુ રોકાણની જરૂર પડી શકે છે અને આ બધું કર્યા પછી પણ માર્કેટિંગ કોસ્ટ પણ વધુ આવી શકે છે. આ માટે તમારે લગભગ 5થી 10 લાખનું પ્રારંભિક રોકાણ કરવું પડી શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.