હજુ પણ ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કમસોમી વરસાદ કે કરા પડવાની ગતિવિધિ થતી જ રહેશે અને તા. 14થી 17 ફેબ્રુઆરીમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે અને જેના લીધે ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં સવારના સમયે ઠંડી રહેશે અને ઝાંકળ પણ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન હજુ પણ 11 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ અનેક વખત બનશે.
ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સવારે ઠંડીની શક્યતાઓ રહેશે. બેવડી મિશ્ર ઋતુનો દોર લાંબો સમય સુધી ચાલતો રહેશે. તા. 18થી 22 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના પશ્ચિમ ભાગો કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો તેમજ અન્ય ભાગો પર વાદળો આવવાની શક્યતાઓ રહેશે. વિપરીત હવામાનની વિષમ અસરો ઊભા કૃષિ પાકો પર થતી હોય છે અને તા.19 બાદ ધીરે ધીરે ગરમી વધતા ઉનાળુ પાકોના વાવેતર માટે હવામાનની આ સ્થિતિ સહાનુકુળ થતી રહેશે, પરંતુ આ વખતે પણ પિૃમી વિક્ષેપની શ્રૃંખલાઓ ચાલુ રહેતા રાજ્યના હવામાન ઉપર તેની ગહેરી અસર પડવાની સંભાવનાઓ રહેશે અને એમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
ફેબ્રુઆરી 24થી 26 દરમિયાન મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ભારતનું હવામાન બદલાઈ શકે છે. વરસાદ પણ પડી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆત સુધીમાં પુનઃ દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલનની શક્યતાઓ રહેશે. માર્ચ માસમાં લઘુતમ ઉષ્ણતામાનનો આંક 36થી 38 ડિગ્રી સુધી જઈ શકે અને માર્ચ માસમાં ગુજરાતના હવામાન પર તેની અસર રહેશે અને ગુજરાતમાં વાદળવાયુ અને કમોસમી વરસાદની શક્યતાઓ ફેબ્રુઆરી કરતાં વધુ રહેશે. કમોસમી વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રમાં 14 માર્ચથી 31 માર્ચ વચ્ચે હવામાનમાં ઘણા પલટા આવી શકે છે.
બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણની શક્યતાઓને લીધે પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે. અરબસાગરનો ભેદ પણ રાજ્યના ભાગોને પ્રભાવિત કરી શકે છે અને આ સમયે દરિયામાં ઊંચા મોજાં ઉછળે. એપ્રિલ-મેમાં ગરમીનો દોર ચાલુ રહેતા અને દરિયામાં વારંવાર હવાના દબાણ ઊભા થતાં સમુદ્રનાં પાણીનું તાપમાન વધવાની શક્યતા રહેતા દક્ષિણના ભાગોમાં તેમજ પ્રશાંત મહાસાગરના પેરુના ભાગોમાં, દક્ષિણ આફ્રિકાના ભાગોમાં સાગરનાં પાણીમાં જળવાયુ ગરમ થતાં તેની અસર ભારત સુધીના ભાગોમાં અસર થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.