વેસ્ટઈન્ડિઝના બેટ્સમેને અબુધાબી (AbuDhabi) ટી-10 લીગમાં માત્ર 12 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી હતી. ગેલે આ સાથે ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં બનાવવામાં આવેલા રેકોર્ડ(Record)ની બરાબરી કરી લીધી છે.
ક્રિસ ગેલે ટીમ અબુ ધાબી તરફથી રમતા મરાઠા અરેબિયંસની સામે રમતા યુવરાજના રેકોર્ડની બરાબરી કરી હતી. ક્રિસ ગેલે આ પરાક્રમ પહેલીવાર નથી કર્યું, આ પહેલા તેમણે 2016માં બિગ બેસ લીગમાં 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
મેચની વાત કરીએ તો મરાઠા અરેબિયંસે 10 ઓવરમાં 4 વિકેટના ભોગે 97 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અબુધાબીએ માત્ર 5.3 ઓવરમાં જ એક વિકેટના ભોગે 100 રન બનાવી મેચ જીતી લીધી હતી.
પોતાની પારીમાં ગેલે 9 સિક્સ અને 6 ફોર મારી હતી. તેમણે 22 બોલમાં 84 રન ફટકારી ટીમને જીત અપાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.