All India Weather Forecast: દિલ્હીમાં હવામાન ફરીથી કરવટ લઈ શકે છે. ગાઢ ધૂમ્મસથી રાહત જરૂર મળી છે પરંતુ હવે વરસાદ અને કરા મુશ્કેલીઓ વધારી શકે છે. એવી આગાહી કરાઈ છે કે આવનારા દિવસોમાં વાદળો ફરીથી ઝરમર ઝરમર વરસાદ લાવશે. આ સાથે જ કેટલીક જગ્યાઓ પર કરા પણ પડી શકે છે. વરસાદ અને કરાની સાથે પૂરપાટ ઠંડા પવન પણ દિલ્હી સહિત અને રાજ્યોને હેરાન કરી શકે છે. ગુજરાતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
સ્કાયમેટ વેધર રિપોર્ટ મુજબ લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 17 તારીખથી લઈને 20 ફેબ્રુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વેસ્ટર્ન હિમાલયમાં વીજળી પડી શકે છે. આ ઉપરાંત કરા પણ પડી શકે છે. જેના કારણે પાકને નુકસાન થઈ શકે છે. જ્યારે આ વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ ભારે વરસાદની પણ શક્યતા છે.
યુપી, હરિયાણા અને દિલ્હીમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ થવાની પણ શક્યતા છે. એવી પણ આગાહી છે કે 19 અને 20 ફેબ્રુઆરી વચ્ચે રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 17 ફેબ્રુઆરીના રોજ બિહાર અને ઓડિશાના અલગ અલગ વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધૂમ્મસ છવાઈ શકે છે.
પહાડો પર હિમવર્ષાની અસર ફક્ત હવામાન ઉપર જ નહીં પરંતુ કાશ્મીરના લોકોના જીવન ઉપર પણ જોવા મળી રહી છે. બરફવર્ષા વચ્ચે પ્રવાસીઓની મોજમસ્તી તો તમે ઘણીવાર જોઈ હશે. પરંતુ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુબ ઓછી જોઈ હશે. કાશ્મીરના ગુરેજમાં માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસમાં લોકો ક્રિકેટની મજા માણી રહ્યા છે. જે જણાવે છે કે કાશ્મીરની તસવીર આજે કેટલી બદલાઈ ચૂકી છે. જ્યાં એક સમયે બંદૂકનો ડર હતો ત્યાં લોકોના જીવન કેટલા બદલાઈ ચૂક્યા છે. રિપોર્ટ્સ મુજબ પંજાબમાં 18થી 20 ફેબ્રુઆરી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કરા પણ પડવાની શક્યતા છે. જ્યારે હરિયાણા, યુપી અને દિલ્હીમાં 19થી 21 ફેબ્રુઆરી વચ્ચે ગાજવીજ સાથે કરા પડી શકે છે. આ દરમિયાન 30 થી 40-50 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.