ટ્વીટર ઇન્ડિયાએ હવે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પણ લોક કરી દીધું છે. આ દાવો ખુદ કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે .કંપનીએ કહ્યું છે કે, કોંગ્રેસે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.તેથી તેમના ખાતાને કામચલાઉ ધોરણે બ્લોક કરવામાં આવ્યું છે . આગઉ ઘણા કોંગ્રેસી નેતાઓ ના ખાતા ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. અને ચાર દિવસ પહેલા જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાતાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું .રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ હજુ સુધી પણ સસ્પેન્ડ જ છે.
કોંગ્રેસે બુધવારની મધ્યરાત્રીએ દાવો કર્યો હતો કે, રણજીત સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓ ના ખાતા સામે આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન લોકસભામાં પાટીઁઁ વ્હીપ ટાગોર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ,મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુસ્મિતા દવેના ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં નાગલ વિસ્તારમાં નવ વર્ષની દીકરી પર બળાત્કાર બાદ હત્યા નો મુદ્દો ઉઠી રહ્યો હતો. ત્યારે રાહુલ ગાંધીએ આ છોકરીને ઓળખ છતી કરી દીધી હોવાનો આક્ષેપ થયો હતો. છોકરી ના પરિવારને મળવા ગયા પછી તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર દીકરીના માતા-પિતા સાથેની પોતાની તસવીર મૂકી હતી. તેના કારણે છોકરીની ઓળખ છતી થઇ ગઇ હોવાનો દાવો કરીને એક દિલ્હી પોલીસની સામે એફઆઈઆર નોંધવા અરજી કરી હતી.
https://www.youtube.com/watch?v=sR2zcFddoB8&t=91s
આ મામલામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા સંરક્ષણ પંચે ટ્વિટરને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ વિરુદ્ધ કાર્યવાહી કરે. પંચે રાહુલ ગાંધીના ટ્વીટ પર કાર્યવાહી કરવાની માગણી સાથે ટ્વિટરને લખેલા પત્રમાં કહ્યું હતું કે, કોઈ પણ સગીર પીડિતાના પરિવારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવી કિશોર ન્યાય કાયદા, 2015ની કલમ 74 અને બાળ યૌન અપરાધ નિવારણ કાયદો (પોક્સો) ની કલમ 23નું ઉલ્લંઘન છે. આ ફરિયાદના પગલે ટ્વિટરે રાહુલ ગાંધીના એ વિવાદિત ટ્વીટને હટાવી દીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.