AAP ના કોપોઁરેટરોએ એવી તે શું નવી પહેલ કરી કે મતદારોએ હાશકારો અનુભવ્યો, જાણો વિગતે.

સુરત શહેરમાં આ મહાનગર પાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરની જીત બાદ વિપક્ષ તરીકે બેઠી છે. વિપક્ષમાં આવતાની સાથે જ આમ આદમી પાર્ટી લોકોના કાર્ય કરવા માટે સક્રિય થઇ હતી અને લોકોની ફરિયાદો સાંભળીને તેમના વિસ્તારની સમસ્યાઓ પણ દુર કરી હતી. જયારે તાઉ-તે વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં કેટલાય ગામડાઓમાં લોકોની ઘરવખરી તૂટી ગઈ હતી અને લોકોને ખાવાના પણ ફાફા પડી રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી સુરત દ્વારા ગામડાઓમાં ટ્રકો ભરીને કીટો મોકલવામાં આવી હતી.

ફોર્મમા જણાવવામાં આવેલ માહિતી:
કોર્પોરેટર એ આ બાબતે અસ્મિતા ન્યુઝ ને જણાવ્યું કે, સોસાયટીના પ્રમુખ અને જાગૃત નાગરિકો તરીકે ચૂટેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને સુરત મહાનગરપાલિકા તરફથી વર્ષ 2021/22 ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ જનતાની મરજી મુજબ વપરાય તે માટે લોકોનું સુચન મેળવવા માંગીએ છીએ. અને જનતાની જરૂરીયાત પ્રમાણે અમે તેમની સોસાયટીને ગ્રાન્ટ આપીશું.

જરૂરી પાયાની સુવિધાઓ:
આ ફોર્મમાં કહેવામાં આવ્યું છે કે, સોસાયટીના આંતરિક પાક્કા રસ્તાઓ, સુરત મહાનગર પાલિકા માન્ય ગટરલાઈન, સુરત મહાનગર પાલિકા માન્ય પાણીની લાઈન, આપની સોસાયટીમાં નગર પાલિકાની સ્ટ્રીટલાઈટ, આપની સોસાયટીમાં સીઓપી/ વાડીમાં પેવર બ્લોક ફીટીંગ, સોસાયટીમાં સીસીટીવી કેમેરા, આ સિવાય આપશ્રીનું અન્ય કોઈ સુચન હોય તો અમને જણાવી શકો છો.

મહત્વનું એ છે કે આ ફોર્મમાં લખવામાં આવ્યું છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા ફાળવવામાં આવેલ કોર્પોરેટરશ્રીની ગ્રાન્ટમાંથી બાંકડા મૂકી આપવામાં આવશે નહી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.