હાર્દિક પટેલની સાથે પાટીદાર નેતા નિખિલ સવાણી પણ કોંગ્રેસમાં જોડાયો હતો પરંતુ કોંગ્રેસ દ્વારા નિખિલ સવાણીની ગણના ન કરવામાં આવતાં તેને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કર્યો હતો. અને હવે ફરીથી નિખિલ સવાણી કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. કારણકે નિખિલ સવાણી દિલ્હી NSUIના રાષ્ટ્રીય હોદ્દેદારોને મળવા પહોંચ્યો છે. જ્યારે આ મામલે યુથ કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ દ્વારા એક ટ્વીટ કરીને નિશાન તાકવામાં આવ્યું હતું કે, પક્ષ પલટુથી સાવધાન.
મહત્વની વાત છે કે NSUIના નવા પ્રદેશ પ્રમુખ માટે દિલ્હીમાં એક બેઠક મળી હતી અને આ બેઠકમાં ગુજરાતના NSUIના નવ જેટલા નેતાઓએ હાજરી આપી હતી અને જ્યારે NSUIના રાષ્ટ્રીય પ્રમુખ નીરજ ગુંજન અને તેની કમિટી દ્વારા નેતાઓને ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા નિખિલ સવાણી પણ આ બેઠકમાં પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને જોઈ નિખિલ સવાણી તાત્કાલિક કરી ત્યાંથી નીકળી ગયો હતો.
જ્યારે ગુજરાત કોંગ્રેસના NSUIના નેતાઓએ તેમના ઇન્ટરવ્યૂ પૂર્ણ કર્યા બાદ તેઓ બહાર નીકળ્યા તે પછી નિખિલ સવાણી NSUIના રાષ્ટ્રીય નેતાઓને મળવા માટે પહોંચ્યો હતો.અને દિલ્હીના NSUIના હેડક્વાર્ટરમાં આમ આદમી પાર્ટીના નેતા નિખિલ સવાણીની હાજરી જોવા મળતા તે ફરીથી કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ બની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.