ભારતી સિંહ અને કપિલ શર્મા છેલ્લા અનેક વર્ષોથી મિત્ર છે, બંનેએ સાથે અનેક વાર કામ કર્યું છે. ભારતી અનેક વર્ષોથી ‘દ કપિલ શર્મા શો’નો ભાગ રહી છે, કપિલે જ્યારે નેટફિલક્સ પર સ્પેશિયલ શો ‘કપિલ શર્માં: આઈ એમ નોટ ડન યેટ’માં પરફોર્મ કર્યું હતું, ત્યારે ભારતી ફેમિલી મેમ્બર તરીકે તેના શોમાં શામેલ થઇ હતી.અને ભારતીએ દરેક સુખ-દુ:ખમાં કપિલનો સાથ આપ્યો છે અને હવે ભારતીએ ખુલાસો કર્યો છે કે, કપિલે હિંમત બતાવીને પોતાના ટેલેન્ટના દમ પર વાપસી કરી છે.
ભારતી સિંહ હાલમાં પોતાની પ્રેગ્નન્સીને એન્જોય કરી રહી છે. ભારતી અને હર્ષ લીંબાચિયા પ્રથમ વાર પેરેન્ટ્સ બનવાને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. હાલમાં જ RJ સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીને ડેયરિંગ ક્વેલિટી ધરાવતા સેલેબ્સના નામ કહેવામાં આવ્યા અને તેમાંથી એકને પસંદ કરવા માટે કહેવામાં આવ્યું અને ત્યારે ભારતીએ કપિલ શર્માને પસંદ કર્યો હતો.
ભારતી સિંહ ક્યારેય પણ કપિલ શર્માની પ્રશંસા કરતા અચકાતી નથી. તેને કહ્યું કે, ‘એવા અનેક લોકો છે, જે વિચારતા હતા કે કપિલની દારૂ પીવાની આદતના કારણે તે ફિનીશ થઇ ગયો છે, પણ કપિલે વાપસી કરી અને તે પણ શાનદાર રીતે! કપિલે ક્યારેય પણ હાર નથી માની.અને તેના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા, પણ કપિલે હાર નથી માની.’
ભારતી સિંહે આગળ કહ્યું કે, ‘લોકોએ કહ્યું હતું, હવે આ ખતમ, નશામાં પડી ગયો છે અને હવે કોમેડી ખતમ. પણ આજે પણ તે પોતાના દમ પર એક શો ચલાવી રહ્યો છે અને અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન હોય કે ફરહાન ખાન દરેક સેલેબ્સ દ કપિલ શર્મા શોમાં આવવા ઈચ્છે છે.’
વર્ષ 2018માં બોલિવુડ હંગામાની એક રિપોર્ટ અનુસાર કપિલ શર્મા દારૂની આદત છોડાવવા માટે બેંગ્લોરના એક આયુર્વેદિક આશ્રમમાં દાખલ થયો હતો.અને કપિલે આના પહેલા પણ ડિપ્રેશનના ફેઝમાંથી પસાર થઇ રહ્યો હોવાની વાત કહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.